શોધખોળ કરો
Advertisement
આ એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પ્રથમ તસવીર, 2 દિવસમાં 9 લાખ ફોલોઅર્સ
બાહુબલી એક્ટર પ્રભાસે બે દિવસ પહેલા 16 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ પ્રભાસે પ્રથમ તસવીર પોસ્ટ કરી છે અને તેની સાથે જ તેનું ફેન ફોલોઇંગ 9 લાખ સુધી પહોંચી ગયું છે.
મુંબઈઃ બાહુબલી એક્ટર પ્રભાસે બે દિવસ પહેલા 16 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ પ્રભાસે પ્રથમ તસવીર પોસ્ટ કરી છે અને તેની સાથે જ તેનું ફેન ફોલોઇંગ 9 લાખ સુધી પહોંચી ગયું છે. પ્રભાસ હાલમાં ફિલ્મ સાહોની તૈયારીમાં છે ત્યારે જ તેણે ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી મારી છે.
ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા બે દિવસમાં 8 લાખ 59 હજારે પહોંચી ગઈ છે અને ખુબજ ઝડપથી આ સંખ્યા વધી રહી છે. જો કે તમને એ પણ જણાવી દઈએ કે હાલ તેનું આ એકાઉન્ટ વેરિફાઈડ નથી. પ્રભાસે પોતાની આ તસવીર શેરિંગ વેબસાઈટ પર 16 કલાક પહેલાં પોસ્ટ કરી છે. જેને અત્યાર સુધીમાં 2 લાખ 75 હજારથી વધારે વાર લોકો લાઈક કરી ચુક્યા છે. પ્રભાસે પોતાની પહેલી તસવીર ‘બાહુબલી’વાળા પાત્રથી શેર કરી છે, જેમાં તે તલવાર પકડી ઉભો છે.
આપને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલાં એક પ્રેસ રિલીઝ જારી કરી કહેવામાં આવ્યુ હતુ કે પ્રભાસ ફાઈનલી ઇન્સ્ટાગ્રામ પર આવી રહ્યા છે. પ્રભાસના આ એકાઉન્ટનું નામ @actorprabhas છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement