(Source: ECI/ABP News/ABP Majha)
બાલિકા વધુની પ્રત્યૂષા બેનર્જીના મૃત્યુ બાદ ન્યાય માટે લડતાં તેમના પેરેન્ટસની આ છે સ્થિતિ
આનંદીની ભૂમિકા ભજવનાર પ્રત્યુષા બેનર્જીના નિધનને લાંબો સમય વિતી ગયો છે. જો કે તેમના માતા-પિતા માટે સમય થંભી ગયો છે. પિતાએ વ્યથા કરી રજૂ
ટીવીનો મોસ્ટ પોપ્યુલર શો બાલિકા વધુની બીજી સિઝન 9 ઓગસ્ટે શરૂ થઇ રહી છે. આ શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ બધા વચ્ચે બાલૂકા વધુની મોટી આનંદી એટલે કે પ્રત્યુષા બેનર્જી સંબંધિત પણ એક ખબર ચર્ચામાં છે.
આનંદીની ભૂમિકા ભજવનાર પ્રત્યુષા બેનર્જીના નિધનને લાંબો સમય વિતી ગયો છે. 2016માં તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેમના માતા-પિતાનો આરોપ છે કે તેમના સુસાઇડ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.
પ્રત્યુષાના માતા-પિતાએ તેમના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.આ આરોપસર રાહુલની ધરપકડ પણ થઇ હતી જો કે હાઇકોર્ટે તેને જમાનત આપી દીધી.
કેટલાક વર્ષોથી માતા-પિતા દીકરીને ન્યાય અપાવવા માટે લડાઇ લડી રહ્યાં છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ અતિ ખરાબ થઇ ગઇ છે. હાલ ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો ખુદ પ્રત્યુષાના પિતાએ કર્યો છે.
હાલ જ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા પ્રત્યુષાના પિતાએ કહ્યું કે, “પ્રત્યુષાના મોત બાદ એવું તોફાન આવ્યું કે, બધું જ વહાવી લઇ ગયું અમે બરબાદ થઇ ગયા”.
દીકરીને ગુમાવેલ પિતાએ પોતાની વ્યથા રજૂ કરતાં કહ્યું કે, “આજે અમારી પાસે એક રૂપિયો નથી. અમારો સહારો એક અમારી દીકરી હતી. જેને અમને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધાં હતા. ત્યારબાદ અને લોન લીધી જેને ઉતારવી પણ મુશ્કેલ છે, ઘર ચલાવવા માટે પ્રત્યુષાની માતા ચાઇલ્ડ કેર સેન્ટરમાં નોકરી કરે છે.
પ્રત્યુષાના પિતાએ કહ્યું કે. ફુરસદના સમયમાં હું સ્ટોરી લખું છું. શું ખબર ક્યારેક કોઇને મારી કોઇ કહાણી પસંદ આવી જાય. આજે મારી પાસે કંઇ જ નથી પરંતુ હિંમત નથી હારી મૃતક દીકરીને ન્યાય અપાવવા હું અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ.
ઉલ્લેખનિય છે કે, બાલિકા વધુનો કિરદાર નિભાવનાર પ્રત્યુષાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તે વિવાદિત શો બિગ બોસનો હિસ્સો રહી હતી જો કે તેમને આ શો છોડી દીધો હતો. તે બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે. તે સાવધાન ઇન્ડિયા,. ઇતના કરોના મુજે પ્યાર, કોમેડી ક્લાસેસ, સસુરાલ સિમરન કા જેવા શોમાં પણ કામ કર્યું હતું.