શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આર્થિક તંગીને કારણે શાકભાજી વેચી રહ્યો છે જાણીતી સીરિયલ ‘બાલિકા વધુ’નો ડાયરેક્ટર
પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું.
આઝમગઢઃ કોરોના વાયરસને કારણે 6 મહિનાથી પણ વધારે સમય સુથી ચાલેલ લોકડાઉને ભારતની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. કરોડો લોકો બેરોજગાર થઈ ગયા, જીડીપી માઇનસ 23 પહોંચી ઈ. તેની અસર ટીવી ઉદ્યોગ પર પણ પડી રહી છે. બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને દિવસો કાઢી રહ્યા છે.
આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરહાબાદના રહેવાસી રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું. ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આપવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો.
પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.
રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થયું તો આર્થિક સંકટ ઉભું થુયં. પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion