શોધખોળ કરો
Advertisement
પંજાબ પોલીસના કોન્સ્ટેબલને ફિલ્મ 'બાર બાર દેખો'નું ગીત 'કાલા ચશ્મા' લખવાના માત્ર 11,000 હજાર રૂપિયા મળ્યા
નવી દિલ્લીઃ હાલ 'બાર બાર દેખો' ફિલ્મનું સુપરહિટ ગીત કાલા ચશ્મા ખૂબ જ ફેમસ થયું છે. આ કાલા ચશ્મા ઓરિજનલ ગીત 90 ના દશકમાં લખવામાં આવ્યું હતું. આ ગીતને અમરિક સિંહ શેરાએ લખ્યું હતું. શેરા પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
શેરા જ્યારે 9મી ક્લાસમાં અભ્યાસ કરતો હતો અને તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી ત્યારે તેણે આ ગીત લખ્યું હતું. આ અંગે શેરાએ જણાવ્યું છે કે તેને કયારેય અંદાજ પણ ન હતો કે તેનું ગીત પ્રસિધ્ધ થશે. શેરાએ જણાવ્યું કે બે મહિના પહેલા મારા મિત્રનો ફોન હતો તેણે જણાવ્યું કે મારું ગીત કાલા ચશ્મા ટીવી ચેનલ પર પ્રસિધ્ધ થયું છે.
શેરાએ જણાવ્યું જલંધરની કોઈ સિમેન્ટ ફેક્ટરીમાંથી તેને ફોન આવ્યો હતો તે લોકોએ મારા બીજા ગીતોની પણ માંગ કરી હતી. તેમના તરફથી મને 11,000 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. શેરાએ કહ્યું તેને એ વાતનું દુખ હતું કે તેને ગીતના લોંચીંગ વખતે ન બોલાવવામાં આવ્યો. ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી મ્યૂઝીક લોંચ વખતે મને કોઈ ફોન પણ નથી આવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement