શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચન સાથે પડદા પર રોમાન્સ કરવા માગે છે આ ભોજપુરી એક્ટ્રેસ, કહ્યું- ‘નિશબ્દ’ જેવી ફિલ્મમાં....
અંજનાએ કહ્યું કે, અશ્લીલતા લોકોની દૃષ્ટિ પર આધાર રાખે છે.
નવી દિલ્હીઃ ભોજપુરી એક્ટ્રેસ અંજના સિંહ હાલમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. ભોજપુરી ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવ્યા બાદ હવે અંજના સિંહ બોલિવૂડમાં આવવા માગે છે. તેનું કહેવું છે કે, તે મોટા પડદે બિગ બી અમિતાભ બચ્ચનની સાથે રોમાન્સ કરવા માગે છે.
હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં અંજના સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. અંજના સિંહે કહ્યું કે, તે ‘નિશબ્દ’ જેવી ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માગે છે. સાથે જ અંજાએ ભોજપુરી ફિલ્મોમાં અશ્લીલતાની વાત કરતાં કહ્યું કે, આ બધું દૃષ્ટિ પર આધાર રાખે છે. અંજાનું કહેવું છે કે, તે હવે બોલિવૂડમાં કામ કરવા માગે છે પરંતુ તે કોઈ સારી ફિલ્મની રાહ જોઈ રહી છે.
અંજનાએ કહ્યું કે, અશ્લીલતા લોકોની દૃષ્ટિ પર આધાર રાખે છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીઝમાં બધા પોતાનું કામ કરી રહ્યા છે ત્યારે દર્શક કઈ દૃષ્ટિથી જોવે તે તેમના પર આધાર રાખે છે.
તમને જણાવીએ ક, અંજના સિંહ પહેલા પણ અનેક ભોજપુરી સ્ટાર્સે બોલિવૂડમાં કામ કરીને નામના મેળવી છે. તેમાં રવિ કિશન અને મનોજ તિવારી જેવા એક્ટર્સ સામેલ છે. ઉપરાંત હાલમાં ખેસારી લાલ યાદવ પણ બિગ બોસમાં જોવા મળ્યા હતા. આ પહેલા મોનાલિસા પણ બિગ બોસમાં આવી હતી. ત્યાર બાદ તેણે નાના પડદે એન્ટ્રી કરી ખ્યાતિ મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion