શોધખોળ કરો
આ એક્ટ્રેસના પ્રેમમાં ઓળઘોળ થયો અરહાન ખાન, કહ્યું ઘરમાં ઘુસવા દે તો ત્યાં જઈને.....
અરહાને ઘર બહાર આવીને કહ્યું કે, મારી પાસે મોટી મોટી યોજના હતી, પરંતુ હું નિરાશ છું કે મારી જર્ની પહેલા જ પૂરી થઈ ગઈ.
![આ એક્ટ્રેસના પ્રેમમાં ઓળઘોળ થયો અરહાન ખાન, કહ્યું ઘરમાં ઘુસવા દે તો ત્યાં જઈને..... bigg boss 13 i want to go inside the house again to propose to rashami arhaan khan આ એક્ટ્રેસના પ્રેમમાં ઓળઘોળ થયો અરહાન ખાન, કહ્યું ઘરમાં ઘુસવા દે તો ત્યાં જઈને.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/20095454/rashmi-desai-arhaan-khan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બિગ બોસ 13માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર એક્ટર અરહાન ખાન વિતેલા વિકેન્ડ રિયાલિટી શોમાંથી બહાર થઈ ગયો છે. ઘરની અંદર તે માત્ર 15 દિવસ રહ્યો. જોકે, તે ફરી ઘરની અંદર જવા માગે છે અને રશ્મિને પ્રપોઝ કરવા માગે છે.
ધ્યાન રહે કે ઘરમાં રશ્મિ દેસાઈ અને અરહાનની કેમેસ્ટ્રી ઘણી ચર્ચામાં રહી. ઘરના પણ મુંઝવણમાં હતા કે ફ્રેન્ડ છે કે ફ્રેન્ડથી કંઇક વધારે. ઘર બહાર આવીને અરહાને બધી વાતો પર ખુલીને વાત કરી છે.
અરહાને ઘર બહાર આવીને કહ્યું કે, ‘મારી પાસે મોટી મોટી યોજના હતી, પરંતુ હું નિરાશ છું કે મારી જર્ની પહેલા જ પૂરી થઈ ગઈ. હું રમવામાં પણ સારો હતો. બધી જ વાતો માટે બોલતો. ઘરમાં સાચું હોય સાચું અને ખોટું હોય તેને ખોટું જ કહેતો. ભલે હું બીજી ટીમમાં હતો પરંતુ એક ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થની ટીમનો પણ સાથ આપ્યો હતો.
અરહાને આગળ કહ્યું કે, આટલું સારૂં રમ્યો છતાં બિગ બોસે મને ઘરમાંથી બહાર કર્યો. મારે ઘણું બતાવવાનું હતું. જેમાં મારી ગેમ, પર્સનલ લાઈફ અને ફ્રેન્ડશિપ સામેલ હતી, પરંતુ મને તેના માટે સમય મળ્યો નહીં. રશ્મિ મારી સારી ફ્રેન્ડ છે. ઘરની અંદર જ મને તે ગમવા લાગી. રશ્મિ પણ ચેન્જ થવાની હતી પરંતુ દુર્ભાગ્યથી એવું કશું થયું નહીં. જ્યારે મને ઘર બહાર હાંકી કાઢ્યો ત્યારે તે ખૂબ રડી હતી’.
અરહાને કહ્યું કે, ‘હું રશ્મિને ખુબ મિસ કરી રહ્યો છું. મને લાગે છે કે અમારી વચ્ચે જે અદભૂત બોન્ડિંગ છે તે ફ્રેન્ડશિપ કરતાં કંઈક વધારે છે. જ્યારે મને તક મળશે ત્યારે બધાની સામે એક્સેપ્ટ કરીશ. ઘરની અંદર હોત તો રશ્મિને પ્રપોઝ કરી દીધું હોત. હું રશ્મિને પ્રેમ કરૂ છું અને તેને પ્રપોઝ કરવા માટે ઘરની અંદર જવા માગુ છું’.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)