![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગીની રોમેન્ટીક કેમેસ્ટ્રી વિશે આપ સૌ જાણો છો. બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો એક પણ મોકો છોડતા નથી.
![શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ Bigg boss fame Shefali Jariwala and parag tyagi liplock moment airport watch video શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/31/1671c8901ee65a66415d526b899f91f4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગીની રોમેન્ટીક કેમેસ્ટ્રી વિશે આપ સૌ જાણો છો. બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો એક પણ મોકો છોડતા નથી.
મુંબઇ એરપોર્ટ પર હાલમાં જ શેફાલી તેમના પતિ પરાગ ત્યાગી સાથે જોવા મળી. શેફાલી ક્યાંક જઇ રહી હતી અને પતિ તેમને મૂકવા એરપોર્ટ પહોંચ્યો હતો. જો કે આ દરમિયાન જ બંને એરપોર્ટ પર લિપ લોક કરતા જોવા મળ્યાં.
શેફાલીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.બંનેએ કેમેરાની સામે એકબીજાનું કિસ કર્યું. વીડિયો જોઇને લાગી રહ્યું છે કે, પરાગ શેફાલીથી દૂર જવા ન હતો ઇચ્છતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં આવતા બંનેને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.
એક યુઝરે લખ્યું કે, “આ લોકોને શરમ નથી આવતી એ ક્યાં પણ શરૂ થઇ જાય છે”.તો એક યુઝરે લખ્યું કે, “ શું આપની પાસે ઘર ન હતું” તો એક યુઝરે લખ્યું, “કેટલું ચીપ લાગે કમ સે કમ પબ્લિક પ્લેસમાં તો આવું ન કરો” તો એક યુઝરે લખ્યું,.” આટલું શો ઓફ કરવાની શું જરૂર છે. મેરિડ છો, ઘરમાં બેસીને કરો”
">
ઉલ્લેખનિય છે કે, શેફાલી જરીવાલાએ ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટર અને મોડલ પરાગ ત્યાગી સાથે 2014માં લગ્ન કર્યાં છે. શેફાળીના આ બીજા લગ્ન છે. તેમના પહેલા લગ્ન હરમીત સિંહ સાથે 2004માં થયા હતા. જો કે તેમનો સંબંધ લાબો ન ચાલ્યો અને બંને 2009માં જુદા થઇ ગયા.
શેફાલી જરીવાલા ‘બિગ બોસ 13’માં જોવા મળી હતી. ઉલ્લેખિય છે કે, વર્ષ 2002માં આવેલ મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’થી તેમણે ઓળખ બનાવી. શેફાલી જરીવાલ સલમાન ખાન, પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘ મુજસે સાદી કરોંગે’ માં પણ જોવા મળી હતી.
કાટા લગા ગર્લથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી એરપોર્ટ સ્પોટ થઇ હતી. તે ક્યાંક જઇ રહી હતી અને તેનો પતિ પરાગ ત્યાગી તેમને સી ઓફ કરવા એરપોર્ટ પણ આવ્યો હતો જો કે સમયે બંને એરપોર્ટ પર લિપ લોક કિસ કરતા જોવા મળ્યાં હતા અને ઘટનાનો વીડિયો વાયરલ થવાની સાથે બંને આ ઘટનાના કારણે ટ્રોલ થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)