શાહરૂખ ખાનની જિંદગીના શરૂઆતના પાંચ વર્ષ મૈંગ્લોરમાં પોતાના નાનાના ઘરે પાસર થયા. બાદમાં તે પોતાના માતા-પિતા સાથે દિલ્હીના રાજિન્દર નગરમાં રહેવા લાગ્યો હતો. દિલ્હીની સેંટ કોલંબઝ સ્કૂલમાં શાહરૂખ ખાને અભ્યાસ કર્યો, શાહરૂખ હોકી,ક્રિકેટ અને ફૂટબોલમાં ચેમ્પિયન ખેલાડી હતો.
2/4
શાહરૂખને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તે બાળપણમાં રામલીલામાં હનુમાનનો રોલ નિભાવતો હતો. અભ્યાસ બાદ શાહરૂખે અભિનયની તાલિમ બૈરી જોન પાસેથી દિલ્હીના થિયેટર એક્શન ગ્રુપમાં મેળવી હતી.
3/4
ખૂબ ઓછા લોકોને ખબર હશે કે શાહરૂખ ખાન બોલીવૂડમાં એન્ટ્રી પહેલા દિલ્હીના દરિયાગંજમાં એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો. શાહરૂખ ખાનની પહેલી કમાણી 50 રૂપિયા હતી. દિલ્હીમાં પંકજ ઉદાસના એક કોન્સર્ટમાં શાહરૂખે એક ગાઈડ તરીકે કામ કર્યું હતું.
4/4
મુંબઈ: બોલીવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન આજે પોતાનો 53મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના નવી દિલ્હીમાં થયો હતો. તેના પિતા તાજ મોહમ્મદ ખાન એક સ્વતંત્રચા સેનાની હતા અને તેની માતાનું નામ ફાતિમા હતું. તેની એક બહેન પણ છે તેનું નામ શહનાઝ લાલારૂખ છે.