શોધખોળ કરો
કંગના રનૌતને BMCએ આપી મોટી રાહત, જાણો હોમ કોરેન્ટાઈને લઈને શું કહ્યું.....
કંગના રનૌત બુધવારે હિમાચલ પ્રદેશના મંડી સ્થિતિ પોતાના ગામથી મુંબઈ પહોંચી છે.
![કંગના રનૌતને BMCએ આપી મોટી રાહત, જાણો હોમ કોરેન્ટાઈને લઈને શું કહ્યું..... bmc give exempted kangana ranaut home quarantine due to short visit in mumbai કંગના રનૌતને BMCએ આપી મોટી રાહત, જાણો હોમ કોરેન્ટાઈને લઈને શું કહ્યું.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/10155434/kangana-3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ગેરહાજરીમાં બીએમસીએ તેની ઓફિસમાં થયેલ કથિત ગેરકાયેદસર બાંધકામ તોડી પાડ્યું. ભારે સુરક્ષાની વચ્ચે કંગની મુંબઈ પહોંીચ અને પોતાની ઓફિસ ગઈ. જ્યાં તેણે બીએમસી દ્વારા કરવામાં આવેલ કાર્રવાઈનો વીડિયો લોકો સાથે શેર કર્યો. ત્યાર બાદ લોકો બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ પ્રદર્શન પણ કરતા જોવા મળ્યા. કંગના હવે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં છે. બીએમસીએ તેને હોમ કોરેન્ટાઈમાં છૂટ આપી છે.
કોરોના વાયરસ મહામારીને જોતા મુંબઈમાં નિયમ છે કે બહારથી આવનાર દરેક વ્યક્તિને 14 દિવસ માટે કોરેન્ટાઈનમાં રહેવું પડશે. પરંતુ કંગનાને કોરેન્ટાઈમાં રહેવાની જરૂરત નથી. એક અધિકારીએ જણાવ્યું કે, બીએમસીએ કંગનાને 14 દિવસ સુધી હોમ કોરેન્ટાઈનના નિયમમાં છૂટ આપી છે. રાજ્યથી બહાર આવનાર લોકોને નિયમાનુસાર હોમ કોરેન્ટાઈનમાં રહેવાનું હોય છે.
14 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં રહેશે કંગના
બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કંગના કોરેન્ટાઈનમાં છૂટ માએ ઓનલાઈન અરજી કરી હતી કારણ કે તે અહીં ટૂંકા પ્રવાસ પર છે. અધિકારીએ કહ્યું, “તે અહીં એક સપ્તાહથી પણ ઓછો સમય રહેવાની છે માટે તેને છૂટ આપવામાં આવે.” એક અધિકારી અનુસાર કંગના 14 સપ્ટેમ્બરે મુંબઈથી જશે.
કંગનાએ કરાવ્યો હતો કોરોના ટેસ્ટ
કંગના રનૌત બુધવારે હિમાચલ પ્રદેશના મંડી સ્થિતિ પોતાના ગામથી મુંબઈ પહોંચી છે. તેણે ગામમાંથી બહારથી નીકળથા સમયે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કંગનાની સાથે તેની બહેન રંગોલી ચંદેલ અને તેના એક સહયોગી પણ છે. આ બન્નેએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)