શોધખોળ કરો
Advertisement
BMCએ ફટકારી કંગનાને નોટિસ, કહ્યું- જો રિનોવેશન થશે તો ઓફિસનું ડિમોલેશન કરીશું
બીએમસીનું માનવું છે કે કંગનાએ ઓફિસમાં અલગ રીતે પાર્ટિશન કર્યું છે. બાલ્કની એરિયાનો રૂમ તરીકે ઉપયોગ કર્યો છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ કંગના રણૌતની મુશ્કેલી ઓછી લેવાનું નામ નથી લઈ રહી. એક્ટ્રેસની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીએ નોટિસ લગાવી છે. જે મુજબ તેની ઓફિસના ગેરકાયેદસર રીતે બનાવવામાં આવી હોવાનું લખવામાં આવ્યુ છે. બીએમસીનું માનવું છે કે કંગનાએ ઓફિસમાં અલગ રીતે પાર્ટિશન કર્યું છે. બાલ્કની એરિયાનો રૂમ તરીકે ઉપયોગ કર્યો છે. બીએમસીના કહેવા મુજબ ઓફિસ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
કંગનાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 9 સપ્ટેમ્બરે હું વિમાનમાર્ગ દ્વારા મુંબઈ આવી રહ્યું છે તાકાત હોય તો રોકી લો કહીને સંજય રાઉત તેમજ શિવસૈનિકોને ચેલેન્જ કરી હતી.
બીએમસી કંગનાને 7 દિવસ ક્વોરન્ટાઈન કરવાની તૈયારીમાં છે. પરંતુ જો કંગના રણૌત બીએમસીને 7 દિવસની અંદર પાછા જવાની રિટર્ન ટિકિટ બતાવશે તો તેને ક્વોરન્ટાઈન કરાશે નહીં. ખરેખર બીએમસીના કોરોનાના નિયમનુસાર એરલાઈન્સ દ્વારા જે કોઈ વ્યક્તિ મુંબઈમાં પ્રવેશ કરે છે તેમણે ક્વોરન્ટાઈન થવું જરુરી છે. આ પહેલાં બીએમસીએ સુશાંત કેસની તપાસ કરવા આવેલ બિહાર પોલીસના આઈપીએસ અધિકારી વિનય તિવારીને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
કંગનાએ તાજેતરમાં એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, મુંબઈ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર જેવું કેમ લાગી રહ્યું છે તે બાદ વિવાદ શરૂ થયો હતો. જેમાં તેણે ન્યૂઝ રિપોર્ટને પણ ટેગ કર્યો હતો. બોલિવૂડ અભિનેત્રી પર વિવાદિત નિવેદન આપનારા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, કંગના મહારાષ્ટ્રની માફી માંગશે તો જ તેઓ આ અંગે વિચારશે. તે મુંબઈને મિની પાકિસ્તાન કહે છે. શું અમદાવાદ અંગે આમ કહેવાની તેનામાં હિંમત છે ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion