શોધખોળ કરો
Advertisement
લગભગ દોઢ વર્ષ બાદ ‘મણિકર્ણિકા’ છોડવા પર બોલ્યો સોનૂ સૂદ, કંગનાએ ફિલ્મમાંથી મારા 80 ટકા સીન કાપી નાખ્યા’તા
કંગનાની જેમ જ તેની ફિલ્મ મણિકર્ણિકા ઘણી વિવાદોમાં રહી હતી. પહેલા તો આ ફિલ્મથી ડાયરેક્ટર કૃષે ખુદને અલગ કર્યા ત્યાર બાદ ખુદ કંગનાએ મણિકર્ણિકાને ડાયરેક્ટ કરવાની જવાબદારી લીધી.
મુંબઈઃ બોલિવૂડની ક્વીન કંગના રનૌત મોટેભાગે ચર્ચામાં રહે છે. તમને જણાવીએ કે, વિતેલા વર્ષે રિલીઝ થયેલ કંગાનીની ફિલ્મ મણિકર્ણિકામાં પહેલા સોનૂ સૂદ જોવા મળવાનો હતો. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતુ, પરંતુ સોનૂએ વચ્ચે જ ફિલ્મ છોડી દીધી. હવે આ ફિલ્મને લઈને એક્ટર સોનૂ સૂદે ખુલીને વાત કરી છે. સોનૂએ જણાવ્યું કે, કંગનાએ ફિલ્મમાંથી તેના 80 ટકા સીન કાપી નાખ્યા હતા.
તમને જણાવીએ કે, કંગનાની જેમ જ તેની ફિલ્મ મણિકર્ણિકા ઘણી વિવાદોમાં રહી હતી. પહેલા તો આ ફિલ્મથી ડાયરેક્ટર કૃષે ખુદને અલગ કર્યા ત્યાર બાદ ખુદ કંગનાએ મણિકર્ણિકાને ડાયરેક્ટ કરવાની જવાબદારી લીધી. ત્યાર બાદ સોનૂ સૂદે આ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી.
હવે આ ફિલ્મ વિશે એક ઇન્ટરવ્યૂમાં સોનૂ સૂદે કહ્યું કે, “હું કંગનાને હર્ટ કરવા માગતો ન હતો. તે ઘણા સમયથી મારી મિત્ર છે. પરંતુ જો આ ફઇલ્મ વિશે વાત કરું તો મે મણિકર્ણિકાના ઘણાં ભાગનું શૂટ કરી લીધું હતું. મેં ડાયરેક્ટરને પૂછ્યું હતું કે શું હવે ફરીથી શૂટિંગ કરવું પડશે તો તેણે કહ્યું કે, હવે હું આ ફિલ્મનો ભાગ નથી. જ્યારે આ મામલે કંગના સાથે વાત કરી તો તેણે કહ્યું કે, હવે તે આ ફિલ્મને ડાયરેક્ટર કરશે અને હું તેને સપોર્ટ કરું. મેં કહ્યું, હું તને સપોર્ટ કરીશ પરંતુ આપમએ ફિલ્મના ડાયરેક્ટરને પરત લાવવો પડશે. આ ફિલ્મ પર તેણે ઘણી મેહનત કરી છે પરંતુ કંગના મારી વાત માની નહીં.”
ઉપરાં સોનૂએ કહ્યું કે, “જ્યારે મેં ફિલ્મના સીન્સ જોયા તો ખબર પડી કે જે સીન્સ મેં કર્યા હતા તે ફિલ્મમાં છે જ નહીં. મારા 80 ટકા સીન્સ કાપવામાં આવ્યા હતા. મેં ફરી કંગના સાથે વાત કરી તો તેણે કહ્યું કે, તે તેને અલગ રીતે શૂટ કરવા માગે છે. મેં કહ્યું કે, હું તેના માટે કમ્ફર્ટેબલ નથી કારણ કે મેં પહેલાની કહાની અને ડાયરેક્ટર માટે હા પાડી હતી. હું આ પ્રોજેક્ટમાં કામ નથી કરવા માગતો.” સોનૂ સૂદે આગળ કહ્યું કે, તેણે આ ફિલ્મને પોતાના 4 મહિના આપ્યા હતા. ત્યારે ઘણું દુઃખ થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement