શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ અભિનેત્રીએ ‘વોટર બર્થ’ દ્વારા પુત્રીને આપ્યો જન્મ? જાણો
થોડો દિવસો પહેલા કલ્કિ કોચલિએ કહ્યું હતું કે, તે વોટર બર્થ દ્વારા બાળક પેદા કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તેણે અને તેના બોયફ્રેન્ડે બાળકનું એવું નામ વિચારી લીધું છે જે દીકરા અને દીકરીને બંનેને સૂટ કરે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલિએ પુત્રીને જન્મ આપ્યો છે. કલ્કિ કોચલિ અવાર-નવાર પોતાના બેબી બમ્પ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હતી. આ તસવીરો જોતા અંદાજ આવી જતો હતો કે, તે પોતાના પ્રથમ બાળક માટે ખૂબ જ ઉત્સુક હતી. તે પોતાના બોડફ્રેન્ડ ગાય હર્શબર્ગના પુત્રીની માતા બની છે. અભિનેત્રીના માતા બનાવના સમાચારની જાણકારી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કલ્કિએ વોટર બર્થથી જન્મ આપ્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ અંગે અમે પૃષ્ટિ કરતાં નથી.
થોડો દિવસો પહેલા કલ્કિ કોચલિએ કહ્યું હતું કે, તે વોટર બર્થ દ્વારા બાળક પેદા કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તેણે અને તેના બોયફ્રેન્ડે બાળકનું એવું નામ વિચારી લીધું છે જે દીકરા અને દીકરીને બંનેને સૂટ કરે. નોંધનીય છે કે, 6 વર્ષ પહેલા કલ્કિ ડિરેક્ટર અનુરાગ કશ્યપની પત્ની હતી ત્યારે તે માતા બનવાના વિરૂદ્ધમાં હતી પરંતુ હવે તેને પરિવારની જરૂર અનુભવાઈ રહી હતી.
કલ્કિ છેલ્લા ઘણાં સમયથી પ્રેગ્નેન્સીને કારણે ફિલ્મોમાંથી બ્રેક લીધેલો છે. અલગ પ્રકારના તથા રિયાલિસ્ટિક રોલ્સ માટે જાણીતી કલ્કિ ઘણી ફિલ્મો ઉપરાંત કેટલીક વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement