શોધખોળ કરો
Advertisement
ઈશા અંબાણીના ઘરે હોળી પાર્ટીમાં પહોંચી આ એકટ્રેસ, પાર્ટીમાં એન્ટ્રી મારતાં જ લોકોની ચોંટી ગઈ નજર
કેટરીના કૈફે જેવી પાર્ટીમાં એન્ટ્રી મારી ત્યારે હાજર સૌ લોકોની નજર તેના પર ચોંટી ગઈ હતી. કેટરીનાએ કારમાંથી ઉતરતા જ સુંદર સ્માઈલ આપી હતી.
મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ હોળી પહેલા પોતાના સાસરિયામાં શાનદાર પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ શાનદાર પાર્ટીમાં પ્રિયંકા ચોપરા ફેમિલી સાથે જોવા મળી હતી. તેમજ તેણે પતિ સાથે આઉટફીટથી લઈને સેન્ડલ પણ મેચિંગ કર્યાં હતાં. જોકે, આ પાર્ટીમાં અભિનેત્રી કેટરીના કૈફ ગ્લેમરસ લાગી રહી હતી. કેટરીના વ્હાઈટ આઉટફીટમાં ક્લિક થઈ હતી.
કેટરીના કૈફે જેવી પાર્ટીમાં એન્ટ્રી મારી ત્યારે હાજર સૌ લોકોની નજર તેના પર ચોંટી ગઈ હતી. કેટરીનાએ કારમાંથી ઉતરતા જ સુંદર સ્માઈલ આપી હતી. ત્યાર બાદ તે પાર્ટીમાં હાજરી આપવા માટે આગળ વધી હતી.
કેટરીના વ્હાઈટ આઉટફીટમાં ક્લિક થઈ હતી. આ આઉટફીટમાં તે ખૂબ જ ગોર્જિયસ જોવા મળી હતી. કેટરિનાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
નોંધનીય છે કે, 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પિરામલ સાથે ઈશા અંબાણીના લગ્ન થયા હતાં. જે પિરામલ ગ્રુપના ચેરમેન અજય પિરામલનો દીકરો છે. આ બન્નેના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement