શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં જોગિંગ માટે નિકળેલી આ હોટ એક્ટ્રેસ સાથે શું થું કે ભાગવું પડ્યું પણ....
મલ્લિકા શેરાવતને ફેન્સ જોઈ જતાં તેણે ભાગવા માંડ્યું હતું પણ ચાહકોએ તેને પકડી પાડી હતી. ચાહકોએ સેલ્ફીની જીદ પકડતાં મલ્લિકાએ માસ્ક કાઢીને તેમની સાથે તસવીરો પણ પડાવવી પડી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત હાલમાં જ લોકડાઉન ખુલ્યા બાદ મુંબઈના રસ્તા પર વર્કઆઉટ કરવા માટે નીકળી હતી. એવામાં મલ્લિકાને અચાનક પબ્લિક પ્લેસમાં જોઈને લોકો બહુ જ એક્સાઈટેડ જોવા મળ્યાં હતાં. મલ્લિકાની આ તસવીર મુંબઈ સ્થિત બાંદ્રાની છે.
તસવીરોમાં તમે જોઈ શકો છે કે મલ્લિકાને કેમેરામાં કેદ કરવા માટે કેમેરામેનની પણ ભીડ જોવા મળી હતી. એવામાં મલ્લિકાએ પણ પોઝ આપવામાં પાછળ હટી નહોતી. વર્કઆઉટ કરવા આવેલ આ દરમિયાન ફોટોશૂટ પણ કરાવતી જોવા મળી હતી.
મલ્લિકા શેરાવતને ફેન્સ જોઈ જતાં તેણે ભાગવા માંડ્યું હતું પણ ચાહકોએ તેને પકડી પાડી હતી. ચાહકોએ સેલ્ફીની જીદ પકડતાં મલ્લિકાએ માસ્ક કાઢીને તેમની સાથે તસવીરો પણ પડાવવી પડી હતી.
તમને જણાવી દઈએ કે, આ દરમિયાન મલ્લિકાએ ખૂબ વર્કઆઉટ કર્યું હતું અને પછી ગાડીમાં બેસીને પોતાના ઘરે પરત ફરી હતી. આ દરમિયાન મલ્લિકા પિંક અને બ્લેક વર્કઆઉટ ડ્રેસમાં જોવા મળી હતી.
મલ્લિકાની બોડી જોયા બાદ એ સ્પષ્ટ થાય છે કે, લોકડાઉન દરમિયાન તેણે ઘરમાં પણ વર્કઆઉટ અને ડાયટનો ખાસ ધ્યાન રાખ્યું છે.
તમને જણાવી દઈએ કે, મલ્લિકાની ગણતરી બી ટાઉનની સૌથી ફિટ અને હોટ અભિનેત્રીઓમાં થાય છે. તમને જણાવી દઈએ કે, મલ્લિકા સિલ્વર સ્ક્રીનથી દૂર હાલ નજીકના લોકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.
મલ્લિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના ચાહકો માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે, 43 વર્ષની મલ્લિકાએ છેલ્લે પોતાના ચાહકો માટે કહ્યું હતું કે, એક હેલ્ધી બોડી એક્ઝરસાઈઝ બહુ જ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement