શોધખોળ કરો
લગ્નને લઈને આ દિગ્ગજ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- દીકરીને પિતાનું નામ આપવા મળી હતી અનેક ઓફર
મંગળવારે નીના ગુપતાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે પોતાના ફેન્સને સલાહ આપી હતી કે ક્યારેય પણ પરણેલ પુરુષને પ્રેમ ન કરવો જોઈએ.
![લગ્નને લઈને આ દિગ્ગજ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- દીકરીને પિતાનું નામ આપવા મળી હતી અનેક ઓફર bollywood actress neena gupta reveals her friends wanted to marry her to give her child a name લગ્નને લઈને આ દિગ્ગજ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- દીકરીને પિતાનું નામ આપવા મળી હતી અનેક ઓફર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/05181647/neena-gupta-3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા ઇન્ડસ્ટ્રીની હિટ એક્ટ્રેસમાંથી એકછે. તેણે પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. નીના હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં વધારે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહી છે. હામમાં જ નીના ગુપ્તા તેની દીકરી મસાબા ગુપ્તાના છૂટાછેડાને કારણે ચર્ચામાં રહી હતી. જ્યારે હવે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે.
નીના ગુપ્તા એક સિંગર મધર છે. તેણે એકલા જ દીકરી મસાબાને મોટી કરી છે. હાલમાં જ નીના ગુપ્તાએ પિંકવિલાને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું ક્યારેય એક સિંગર મધર ન હતી. હું લગભગ બે વર્ષ સુધી સિંગર મધર હતી, ત્યારે મારા પિતાજી આવ્યા. તેમણે બધુ છોડી દીધું અને મારી સાથે રહેવા લાગ્યા. તેણે મારું ઘર, મને, મારી દીકરીની સારસંભાળ રાખી. તતે મારા જીવનના ખાસ વ્યક્તિ હતા. ભગવાન હંમેશા ક્ષતિપૂર્તિ કરે છે. મારી પાસે એક પતિ ન હતો માટે તેમણે મારા પિતાજીને મોકલ્યા. મારી માતાનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું અને મારા જીવમાં પણ કોઈ પુરુષ ન હતો. જે મારી સાથે રહેતો હતો માટે તેમના માટે મારી સાથે રહેવું સરળ હતું.’
નીનાએ આગળ કહ્યું કે, તે ક્યારેક એક સામાન્ય પરિવારની પ્રાર્થના કરતી હતી. તેણે કહ્યું, ‘જ્યારે અમે સાથે હતા ત્યારે મારે ઘણુંબધુ ગુમાવવું પડ્યું, મારી પાસે પાર્લર જવા, મૂવી જોવા અથવા સ્ત્રી સંબંધિત વસ્તુ કરવાનો સમય ન હતો.’ નીનાએ લગ્ન વગર બાળકને જન્મ આપવા મામલે કહ્યું કે, ‘એ સમયે ઘણાં લોકોએ મને કહ્યું- અમે તારી સાથે લગ્ન કરીશું અને તારા બાળકને એક નામ મળશે. મેં કહ્યું, આ મુર્ખામીભર્યું છે. શું નામ? હું કામ કરી શકું છું અને મારી દીકરની સારસંભાળ રાખી શકું છું.’
નોંધનીય છે કે, મંગળવારે નીના ગુપતાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે પોતાના ફેન્સને સલાહ આપી હતી કે ક્યારેય પણ પરણેલ પુરુષને પ્રેમ ન કરવો જોઈએ. હું આવું કરી ચૂકી છું અને પરિણામ ભોગવી રહી છું.
![લગ્નને લઈને આ દિગ્ગજ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- દીકરીને પિતાનું નામ આપવા મળી હતી અનેક ઓફર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/05181654/neena-gupta.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)