યૂક્રેન પર રશિયાના હુમલાને આ હૉટ એક્ટ્રેસે ગણાવ્યો 'ભયાનક', ત્યાંના લોકો-બાળકો માટે શું કરી અપીલ, જાણો
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રશિયન સેનાને યૂક્રેન પર હુમલો કરવાનો આદેશ આપી દીધો હતો, આદેશ બાદ તરત જ રશિયાની સેનાએ યૂક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધુ
Ukriane- Russia Crisis: બૉલીવુડ અને હૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંકટને લઇને બોલી છે. પ્રિયંકા ચોપડા જોનાસે યૂક્રેન પર રશિયા દ્વારા કરવામા આવેલા સૈન્ય હુમલાને 'ભયાનક' ગણાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે એ સમજવુ મુશ્કેલ છે કે સ્થિતિ કઇ રીતે 'વિનાશકારી સીમા' સુધી પહોંચી ચૂકી છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રશિયન સેનાને યૂક્રેન પર હુમલો કરવાનો આદેશ આપી દીધો હતો, આદેશ બાદ તરત જ રશિયાની સેનાએ યૂક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધુ અને ખતરનાક રીતે ત્રણયે બાજુએ સૈન્ય હુમલા શરૂ કરી દીધા હતા.
પુતિનના આ પગલાના વૈશ્વિક સ્તરે ભારે નિંદા થઇ રહી છે, છતાં વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, જો યૂક્રેન અને રશિયા વચ્ચે કોઇ અન્ય દેશ આવે છે, તો તે ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે, પુતિને અન્ય દેશોને આ મામલે હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડતી ચેતાવણી આપી દીધી છે.
પ્રિયંકા ચોપડા જોનાસે, જ સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યૂનિસેફ)ની સદભાવના રાજદૂત પણ છે, તેને યૂક્રેનની હાલની સ્થિતિને ભયાનક ગણાવી છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર યૂક્રેન સંકટની એક સમાચાર ક્લિપ શેર કરી અને યૂક્રેનમાં તાત્કાલિક શાંતિ સ્થાપવા માટે જોર આપ્યુ.
39 વર્ષીય પ્રિયંકાએ લખ્યું યૂક્રેનમાં જે સ્થિતિ પેદા થઇ રહી છે, તે એકદમ ભયાનક છે, નિર્દોષ લોકો પોતાના અને પોતાના પ્રિયજનોની જિંદગીને લઇને ડર અને ભયના માહોલમાં જીવી રહ્યાં છે. યૂક્રેનના લોકો પોતાના ભવિષ્યની અનિશ્ચિતતાને લઇને ચિંતિત છે.
પ્રિયંકાએ યૂક્રેનમાં બાળકોની મદદ કરવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની બાયૉમાં યૂનિસેફની એક લિંક પણ અટેચ કરી છે. ફિલ્મકાર ઓનર, રાહુલ ઢોળકિયા અને અભિનેત્રી તિલોત્તમા શૉમે પણ રશિયાના હુમલાની નિંદા કરતા યૂક્રેન પ્રત્યે એકજુથતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’