શોધખોળ કરો
Advertisement
બોલીવુડની આ હોટ એક્ટ્રેસને મળી એવી બર્થ ડે ગિફ્ટ કે ખુશીના માર્યા આવી ગયા ચક્કર, જાણો વિગત
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણા લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડવાની છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરી છે. પરંતુ આ વખતે તેણે જે તસવીર શેર કરી છે તે જોઈને કદાચ તમને વિશ્વાસ નહીં થાય.
ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેનેડિયન સિંગર જસ્ટિન બીબરની સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં બીબર અને ઉર્વશી ઉપરાંત અન્ય એક છોકરી પણ નજરે પડી રહી છે. આજે ઉર્વશીનો જન્મદિવસ છે અને તેને આ રીતે બર્થ ડે ગિફ્ટ પણ મળી ગઈ છે. શેર કરેલી તસવીરના કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું છે કે, આ મારી સૌથી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ છે. હું ખૂબ ખુશ છું. મને ખુશીના માર્યા ચક્કર આવી રહ્યા છે.
ઉર્વશી ટૂંક સમયમાં જોન અબ્રાહમની સાથે ફિલ્મ પાગલપંતીમાં નજરે આવશે. તાજેતરમાં જ ઉર્વશીએ જોન સાથે કેટલીક તસવીરો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. આ ફિલ્મમાં બંને ઉપરાંત ઇલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા અને સૌરભ શુક્લા જેવા કલાકાર નજરે પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દુનિયા
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion