સ્કોર ટ્રેન્ડ્સ ઇન્ડિયાના સહ સંસ્થાપક અશ્વની કૌલ અનુસાર આલિયાની રાઝીનું હિટ થવું, આગળ ચાલીને રણબીર કપૂર અને બિગ બીની સાથે બ્રમ્હાસ્ત્રમાં કામ કરવું, કરણ જૌરની ફિલ્મ કલંકનો મહત્ત્વપૂર્ણ ભાગ હોવો અને રણબીર કપૂર સાથે સંબંધને લઈને આવતા અહેવાલને કારણે આલિયા નંબર વનના સ્થાન પર આવી ગઈ છે.
2/4
આલિયાએ તેના દ્વારા હોલિવૂડમાં પોતાનું નામ કમાઈ ચૂકેલ પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી દીધી છે જે ફેસબુક પર મોસ્ટ એન્ગેજિંગ સેલેબ્રિટી હતી. આ લિસ્ટમાં 89 પોઈન્ટ સાથે અનુષ્કા શર્મા બીજા સ્થાન પર છે. દીપિકા પાદુકોણ 76 પોઈન્ટ સાથે ત્રીજા અને જૈકલીન ફર્નાન્ડિસ 64 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. પ્રિયંકા ચોપરાને માત્ર 63 પોઈન્ટ મળ્યા છે અને તે પાંચમાં સ્થાન પર છે.
3/4
મુંબઈઃ મહેશ ભટ્ટની લાડકી દીકરી આલિયાએ બોલિવૂડમાં એન્ટ્રી કરવાની સાથે બતાવી દીધું કે એ સેલિબ્રિટી કિડને કારણે ફિલ્મોમાં નથી આવી પણ એનામાં અભિનય પ્રતિભા ઠાંસીઠાંસીને ભરી છે. તાજેતરમાં આવેલી રાઝી દ્વારા એણે સાબિત પણ કરી દીધું કે સો કરોડ ક્લબમાં પોતાની પ્રતિભાને કારણે સ્થાન મેળવ્યું છે અને એના કારણે જ આલિયા યંગ જનરેશનની ફેવરિટ બની છે.
4/4
આ જ કારણ છે કે હવે આલિયા ભટ્ટ યુવાઓની પ્રથમ પસંદ બની ગઈ છે. પાવરફુલ અભિનય અને ટ્રેન્ડી લુક્સને કારણે એ ટ્વિટર પર ‘મોસ્ટ એંગેજિંગ એક્ટ્રેસ ઓફ બોલિવૂડ’ બની છે. સ્ટાર પાવર અંગેનો સરવે કરતી સ્કોર ટ્રેન્ડ્સ ઈન્ડિયાના જણાવ્યા મુજબ આલિયા ભટ્ટ પૂરા સો માર્ક્સ સાથે મોસ્ટ એંગેજિંગ એક્ટ્રેસ ઓફ બોલિવૂડ બની છે. આ આંકડા યૂએસની મીડિયા ટેક કંપની સ્કોર ટ્રેન્ડ્સ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવ્યા છે.