શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દુબઈમાં ફસાયેલા સોનુ નિગમે કેમ ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરવું પડ્યું ? જાણો શું છે સમગ્ર મામલો
લોકડાઉનને લઈ બોલિવૂડનો જાણીત સિંગર સોનુ નિગમ દુબઈમાં ફસાયો છે. પરંતુ આ દરમિયાન તે એક નવા વિવાદમાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનને લઈ બોલિવૂડનો જાણીત સિંગર સોનુ નિગમ દુબઈમાં ફસાયો છે. પરંતુ આ દરમિયાન તે એક નવા વિવાદમાં આવ્યો છે. સોનુ નિગમે ત્રણ વર્ષ પહેલા અઝાનને લઈ કરેલા ટ્વિટને લઈ અનેક લોકો દુબઈ પોલીસને સિંગરની ધરપકડની માંગ કરી રહ્યા છે. જે બાદ તેણે ટ્વિટર એકાઉન્ટ ડિલિટ કરી દીધું છે. હાલ સોનુ નિગમ ટ્વિટરમાં ટ્રેન્ડ થઈ ગયો છે.
સોનુ નિગમે 3 વર્ષ પહેલા અઝાનને લઈ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ટ્વિટમાં તેણે લખ્યું હતું, મંદિર હોય કે મસ્જિદ ધ્વનિ પ્રદૂષણ ન થવું જોઈએ. તેણે તેના ઘરની નજીકની મસ્જિદમાંથી આવી રહેલા અઝાનના અવાજનો વીડિયો શેર કરીને કહ્યું હતું, હું મુસલમાન નથી પરંતુ તેમ છતાં મારે રોજ સવારે અઝાન પર ઉઠવું પડે છે. ધર્મની આ જબરદસ્તીનો ભારતમાં અંત થવો જોઈએ. આ વાતને લઈ ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો અને તેની સામે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.
આ વિવાદના ત્રણ વર્ષ બાદ સોનુ નિગમ દુબઈમાં ફસાયો છે તો અનેક લોકો ટ્વિટર પર દુબઈ પોલીસને ટેગ કરીને કહી રહ્યા છે કે, આ વ્યક્તિન અઝાનથી તકલીફ છે. મહેરબાની કરી તેનો ખ્યાલ રાખજો. ટ્વિટર પર થઈ રહેલી ધરપકડની માંગ બાદ સોનુ નિગમે તેનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion