તમામ પ્રકારની વાતો સામે આવ્યા પછી પોલીસ સોલ્યુશન ઈન્ડિયાની ટીમ દુબઈની તે જ હોટલમાં તપાસ કરવા પહોંચી. હોટલ જુમેરાહ એમિરાત્સ ટાવર્સના 2201 નંબરના જે રુમમાં શ્રીદેવી રોકાયા હતા તેની ઉપરના 2208 નંબરના રુમમાં આખા સીનને રીક્રિએટ કરવામાં આવ્યો. જે ટબમાં શ્રીદેવીના ડૂબવાની વાત કરવામાં આવી રહી હતી, તેની ઉંડાઈ અને લંબાઈ માપવામાં આવી.
2/6
પૂર્વ ACPએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરી 2018ના રોજ એક લગ્ન સમારોહમાં શામેલ થવા દુબઈ ગયેલા શ્રીદેવીનું રહસ્યમય હાલતમાં મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી. 26 ફેબ્રુઆરીના રોજ દુબઈની તપાસ એજન્સીઓએ શ્રીદેવીના મૃત્યુને દુર્ઘટના જણાવી મૃત્યુનું કારણ બાથટબમાં ડૂબવાનું જણાવ્યું.
3/6
વેદ ભૂષણનું કહેવું છે કે, શ્રીદેવી દેશના જાણીતી અભિનેત્રી હતા, માટે તેમના મૃત્યુના રહસ્ય પરથી પડદો ઉઠવો જોઈએ. ટુંક સમયમાં આ કેસની ફરીથી તપાસ કરવા માટે તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.
4/6
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના મોતે તેના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના લોકોને ચોંકાવી દીધા હતા. તેની અચાનક થયે મોતથી લોકોને આઘાત લાગ્યો હતો. અહેવાલ આવ્યા હતા કે દુર્ઘટનાવશ બાથટબમાં ડૂબવાને કારણે તેનું મોત થયું હતું. પરંતુ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. એક ખાનગી તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે શ્રીદેવીનું મોત કોઈ દુર્ઘટના ન હતી પરંતુ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હતું.
5/6
તપાસ એજન્સીના પ્રમુખ પૂર્વ ACP વેદ ભૂષણે દાવો કર્યો છે કે શ્રીદેવીના મૃત્યુની તપાસ અત્યંત ગેરજવાબદારીપૂર્વક કરવામાં આવી અને દુબઈ પોલીસ ઘણી ઝડપથી નિષ્કર્ષ પર પહોંચી ગઈ. એજન્સીએ શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી અને તેની પાછળ શું કારણ હતું તેના પર કોઈ ખુલાસો નથી કર્યો.
6/6
શ્રીદેવીની લંબાઈ 5 ફૂટ 6 ઈંચ હતી. ટબની તપાસ પછી જાણવા મળ્યું કે જે ટબમાં શ્રીદેવીના ડૂબવાની વાત કરવામાં આવી રહી છે, ત્યાં તે કોઈ દુર્ઘટનાથી પડીને ડૂબી જાય તે શક્ય નથી. સીન રિક્રિએટ કરવા માટે તેમની લંબાઈનું એક ડમી તૈયાર કરીને મૃત્યુના કાલ્પનિક દ્રશ્યને રીપિટ કરવામાં આવ્યુ હતુ. વેદ ભૂષણે જણાવ્યું કે, શ્રીદેવીના કેસમાં સત્યને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. ટુંક સમયમાં તે પોતાની એજન્સીના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં તપાસ માટેની અરજી પણ કરશે.