શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ સ્ટાર એક્ટરે કોરોના વોરિયર્સને રક્તદાનની કરી અપીલ, થઈ ગયો ટ્રોલ, જાણો વિગતે
કેટલાક રિપોર્ટમાં લખવામાં આવ્યા પ્રમાણે કોરોનાથી જંગ જીતનારા લોકોના લોહીમાં કોરોના સામે લડવાની ક્ષમતા વધી જાય છે.
મુંબઈઃ હાલ દેશ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે. આ મહામારીથી બચવા વૈજ્ઞાનિક અને ડોક્ટર્સ રસી શોધી રહ્યા છે, જોકે દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા બાદ ઘણા દર્દીઓ સાજા થઈ ગયા છે.
કેટલાક રિપોર્ટમાં લખવામાં આવ્યા પ્રમાણે કોરોનાથી જંગ જીતનારા લોકોના લોહીમાં કોરોના સામે લડવાની ક્ષમતા વધી જાય છે. તેમની લોહીથી બીજા કોરોના દર્દી ઠીક થવાની શક્યતા છે. આ રિપોર્ટના આધારે બોલિવૂડ એક્ટર અજય દેવગને કોરોના વોરિયર્સ માટે બ્લડ ડોનેટ કરવાની અપીલ કરી હતી. જોકે લોકોને તેનું ટ્વિટ પસંદ આવ્યું નહીં અને યૂઝર્સે તેનો ટ્રોલ કર્યો હતો.
અજયે ટ્વિટ કરીને લખ્યું હતું કે, જો તમે કોવિડ-19થી સાજા થઈ ચુક્યા છો તો તમે કોરોના વોરિયર્સ છે. આ અદ્રશ્ય દુશ્મન સામે લડી શકે તેવા વોરિયર્સની આપણે એક સેના બનાવવી જોઈએ. પ્લીઝ રક્તદાન કરો, ખાસ કરીને ગંભીર રીતે બીમાર લોકો ઝડપથી સાજા થઈ જાય તે માટે.
દેશમાં કોરોનાના 17265 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 543ના મોત થયા છે અને 2546 સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement