શોધખોળ કરો
Video: PM મોદીની અપીલ બાદ સલમાન,આમિર અને અક્કીએ જવાનોને પાઠવી દીવાળીની શુભેચ્છા

મુંબઈ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ થોડા દિવસો પહેલા કંઈક અલગ જ અંદાજમાં જ સૈનિકોને દિવાળીની સંદેશો આપ્યો હતો..અને સાથે એવી અપીલ કરી હતી કે દીવાળીના તહેવાર વખતે તમે લોકો પણ જવાનોને યાદ કરજો અને તેમને શુભેચ્છા પાઠવજો. તે વાતને અનુસરીને બોલીવુડના કલાકારો #sandesh2soldiersના હેશટેગથી જવોનોને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અક્ષય કુમાર, સલમાન ખાન અને આમિર ખાને જવાનોને દિવાળી પાઠવતા સંદેશ આપ્યા છે. બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનો પણ સમાવેશ થાય છે...અક્ષય કુમારે ટ્વિટર અને ફેસબુક પર વિડિયો પોસ્ટ કરી જવોનોને શુભેચ્છા પાઠવી છે.
સલમાન ખાને પીએમ નરેંદ્ર મોદી અપીલ કરેલા વિડિયોને શેર કરી કહ્યું હતું કે દેશના સેનાના જવાનોને મારા તરફથી દિવાળીની શુભેચ્છા અને બધાને હેપ્પી દિવાળી. આમિર ખાને પણ ટ્વિટર અને ફેસબુકથી જવાનોને આ વીડિયો શેર કરી શુભેચ્છા પાઠવી છે. આ શુભેચ્છા પાઠવાવાની સાથે તેમને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પ્રશંસા પણ કરી હતી...આમિર ખાને ફેસબુક પર કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ શરૂઆત કરી છે તે ખુબ જ પ્રશંસનીય છે, તે બિલકુલ સાચા છે કારણ કે 125 કરોડ લોકોનું સમર્થન આપણા જવાનોની ખુશીમાં વધારો કરશે આમ આમિર ખાને આ પ્રકારે જવાનોને સંદેશો મોકલ્યો હતો.
વધુ વાંચો





















