શોધખોળ કરો
હવે આર્ટિકલ 370 પર પણ બનશે ફિલ્મ, ટાઈટલ રજિસ્ટર કરાવવા પ્રોડ્યુસરોની દોડાદાડી
એર સ્ટ્રાઈકના એક મહિના પહેલા જ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક રીલીઝ થઈ હતી અને ખૂબ જ સફળ ફિલ્મ સાબિત થઈ હતી.

નવી દિલ્હીઃ ટીવી પર આર્ટિકલ 370ને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. હવે વારો બોલિવૂડનો છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ બોલિવૂડમાં આ વિષય પર ફિલ્મ બનાવાવની દોડ લાગી છે. ફિલ્મનું ટાઈટલ રજિસ્ટર કરાવાવ માટે અનેક ફિલ્મ નિર્માતા પ્રોડ્યૂસર્સ એસોસિએશનની ઓફીસે લાઈન લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એર સ્ટ્રાઈકના એક મહિના પહેલા જ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક રીલીઝ થઈ હતી અને ખૂબ જ સફળ ફિલ્મ સાબિત થઈ હતી. ઉરી ફિલ્મની સફળતા બાદ પ્રોડ્યુસર્સે પુલવામાઃ ધ ડેડલી એટેક, સર્જિકલ સ્ટ્રાઈક 2.0, બાલાકોટ અને પુલવામા એટેક જેવા ટાઈટલ તરત જ રજિસ્ટર કરાવી લીધા હતા. આ ઉપરાંત એક મોટા ફિલ્મ મેકરે પાકિસ્તાનની કેદથી છૂટીને આવનાર એરફોર્સના અભિનંદન વર્ધમાન ઉપર પણ ટાઈટલનો દાવો ઠોકો દીધો હતો.
હવે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે ત્યારે પ્રોડ્યુસર્સનું આવું જ રિએક્શન જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં અલગ અલગ ફિલ્મ એસોસિયેશનમાં આ વિષયને સંબંધિત 50થી વધુ ટાઈટલ રજિસ્ટર કરાઈ ચૂકાયા છે. સૂત્રના જણાવ્યા મુજબ, “આર્ટિકલ 15ની સફળતા બાદ આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ જેવા ટાઈટલ ફિલ્મ મેકર્સની પહેલી ચોઈસ બની ગયા છે. એસોસિયેશનને આ સંબંધિત 25-30 એપ્લિકેશન મળી છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
