KK Death: એ.આર રહેમાને આ રીતે કેકેને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
હિન્દી સિનેમા જગતના મશહૂર ગાયક કેકે (KK)એ બુધવારે કોલકાતમાં છેલ્લા શ્વાસ લીધા.
![KK Death: એ.આર રહેમાને આ રીતે કેકેને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ A R Rahman Gave Tribute To Bollywood Singer Kk On Social Media KK Death: એ.આર રહેમાને આ રીતે કેકેને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/d5cf6371f3d9ddfb7ca5743ba63e30f7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
A R Rahman On KK Death: હિન્દી સિનેમા જગતના મશહૂર ગાયક કેકે (KK)એ બુધવારે કોલકાતમાં છેલ્લા શ્વાસ લીધા. એક મ્યુઝિક કોન્સર્ટ બાદ અચાનક તબીયત ખરાબ થવાથી કેકેનું (કૃષ્ણકુમાર કુન્નથ) નિધન થયું હતું. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને તેમના ફેન્સ ઘેરા આઘાતમાં છે. આઘાત લાગવે સ્વાભાવિક પણ છે કારણ કે, કેકેએ પોતાની કરિશ્માઈ અવાજથી ફેન્સના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી હતી. સોશિયલ મીડિયા પર બોલીવુડ સેલેબ્સ અને તેમના સાથી ગયકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હાલમાં જ ઓસ્કર અને ગ્રેમી એવોર્ડ વિનર ભારતીય સિંગર એ.આર રહેમાને (A R Rahman) પણ કેકેના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
એ.આર રહેમાને આપી કેકેને શ્રદ્ધાંજલિઃ
કેકેનું આ રીતે દુનિયાને અલવિદા કહી દેવાથી મનોરંજન જગતમાં મોટી ખોટ પડી છે. કેકેથી જોડાયેલા લોકો તેમના નિધનથી હતાશ અને હેરાન છે. એવામાં એ.આર રહેમાન પણ ઘણા દુઃખી છે. એ.આર રહેમાને કેકેના પ્રત્યે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યો કે, "પ્રિય કેકે, આટલી જલ્દી કેમ હતી મેરા દોસ્ત. તમારા જેવા ટેલેન્ટેડ ગાયકોની હજી વધુ જરુરિયાત છે. તમારા જેવા કલાકારોના જવાથી આ જીવનને વધુ સહન કરવા જેવું બની ગયું છે." આ રીતે એ.આર રહેમાને કેકેને પોતાની દિલથી શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે બોલીવુડના દિગ્ગજ કલાકારો સલમાન ખાન, અક્ષય કુમાર અને કરીના કપૂર સહિતના લોકોએ કેકેને શ્રદ્ધાંજલિ આપી ચુક્યા છે.
Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK
— A.R.Rahman (@arrahman) June 1, 2022
કેકેના પાર્થિવ દેહને ગુરુવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. કેકેના અંતિમ સંસ્કાર મુંબઈના વર્સોવા ખાતેના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા અને તેમના પુત્રએ તેમને મુખાગ્નિ આપી હતી. આ રીતે બોલિવૂડનો એક જાદુઈ અવાજ પંચતત્વમાં ભળી ગયો છે. કેકેના અંતિમ સંસ્કાર દરમિયાન બોલિવૂડના તમામ સ્ટાર્સ એકઠા થયા હતા. જેમાં શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ અને અલકા યાજ્ઞિક જેવા ઘણા કલાકારો સામેલ થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)