OTT Release: થિયેટરમાં ફ્લોપ રહેલી લાલ સિંહ ચઢ્ઢા હવે OTTના સહારે, આ દિવસે નેટફ્લિક્સ પર રિલીઝ થશે
સોશિયલ મીડિયા પર ફિલ્મના બોયકોટના મારને કારણે આમિર અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા તેની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહોતી.
Laal Singh Chaddha Release On OTT: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh chaddha) થિયેટરોમાં ફ્લોપ રહી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મના બોયકોટના મારને કારણે આમિર અને કરીના કપૂર ખાનની આ ફિલ્મ તેની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહોતી. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે થિયેટર બાદ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ સ્થિતિમાં, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આ ફિલ્મ ક્યારે અને ક્યાં ઘરે બેઠા જોઈ શકો છો.
લાલ સિંહ ચઢ્ઢા Netflix પર રિલીઝ થશેઃ
11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં આવેલ લાલ સિંહ ચઢ્ઢાનું બોક્સ ઓફિસ કલેક્શન ખુબ જ ખરાબ રહ્યું હતું. ફિલ્મની નિરાશાજનક કમાણીએ બધાને ચોંકાવી દીધા છે. 180 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ માટે સ્થાનિક બજારમાં 100 કરોડની કમાણી કરવી અશક્ય બની ગઈ હતી. અગાઉ, આમિરે નક્કી કર્યું હતું કે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના 6 મહિના પછી OTT પર આવશે. પરંતુ ફિલ્મ પીટાઈ ગયા બાદ આ નિર્ણયે યુ-ટર્ન લીધો છે. આમિર ખાનની આ ફિલ્મ હવે રિલીઝના બે મહિના પછી જ OTT પર સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે.
4 વર્ષ પછી આમિરની વાપસીમાં ગડબડ થઈ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન ઇન્ડસ્ટ્રીના એવા કલાકાર છે જે લાંબા સમય પછી મોટા પડદા પર પાછા ફરે છે. ઠગ્સ ઑફ હિન્દોસ્તાન ફિલ્મના 4 વર્ષ પછી, આમિરે લાલ સિંહ ચઢ્ઢા સાથે ફિલ્મી પડદે કમબેક કર્યું. પરંતુ આમિરની આ કમબેક કંઈ ખાસ રહી ન હતી. 180 કરોડના મોટા બજેટમાં બનેલી લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી. નોંધનીય છે કે લાલ સિંહ ચઢ્ઢાના કુલ કલેક્શનની વાત કરીએ તો તે લગભગ 60-65 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો...
Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?