શોધખોળ કરો
Advertisement
પોતાનો ડ્રાઇવર, બૉડીગાર્ડ અને રસોઇયાને કોરોના પૉઝિટીવ આવતા ગભરાયો આ એક્ટર, કુલ 7 લોકોને થયો કોરોના
રિપોર્ટ છે કે આમિર ખાનની ટીમમાં જે સાત લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેમાં આમિર ખાનનો એક ડ્રાઇવર, તેના બે બૉડીગાર્ડ અને એક રસોઇયો પણ સામેલ છે
મુંબઇઃ કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે બૉલીવુડ પણ સુરક્ષિત રહ્યું નથી. હવે મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન પણ કોરોનાના કારણે ગભરાયા છે. આમિર ખાનની ટીમના સાત સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
રિપોર્ટ છે કે આમિર ખાનની ટીમમાં જે સાત લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેમાં આમિર ખાનનો એક ડ્રાઇવર, તેના બે બૉડીગાર્ડ અને એક રસોઇયો પણ સામેલ છે.
આમિર ખાન તરફથી એબીપી ન્યૂઝને આપેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, હું તમને બધાને જણાવવા ઇચ્છુ છુ કે મારા સ્ટાફના કેટલાક સભ્યોને કોરોના પૉઝિટીવ આવ્યો છે. આની જાણ થતાં જ તેમને તરત જ ક્વૉરન્ટાઇન કરી લેવામાં આવ્યા છે. બીએમસીના અધિકારીઓએ તાત્કાલિક પગલા ભરતાં જ તેમને મેડિકલ ફેસિલિટીમાં લઇ લીધા છે. હું બીએમસીનો આભારી છુ કે તેમની સારી રીતે સંભાળ લેવાઇ રહી છે, અને તેમને આખી સોસાયટીને બરાબર રીતે સેનેટાઇઝેશન પણ કર્યુ છે. અમારામાંથી બાકીના લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હાલ હુ મારી માતાનો ટેસ્ટ કરાવવા જઇ રહ્યો છું, અને તે છેલ્લુ વ્યક્તિ છે જેને આ બધા વિશે ખબર છે. દુઆ કરો કે મારી મા પણ નેગેટિવ નીકળે.
ઉલ્લેખનીય છે કે આમિર ખાન લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવ્યા બાદ 15 જુલાઇથી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ ફરીથી શરૂ કરવા માટે ઉત્સુક હતો. પણ પોતાના સ્ટાફના સાત લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા બાદ ફિલ્મનુ શૂટિંગ ફરીથી શરૂ થવામાં મોડી થઇ શકે છે.
નોંધનીય છે કે જો બૉલીવુડની વાત કરીએ તો કોરોનાનો શિકાર થઇને બે લોકો મોતને ભેટ્યા છે. 1લી મેએ જાણીતી સંગીતકાર જોડી સાજિદ-વાઝિદ અને 70-80ના જાણીતા નિર્માતા અનિલ સૂરીનુ કોરોનાના કારણે મોત થઇ ચૂક્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement