Anand Mahindra Tweet: આનંદ મહિન્દ્રા બોલ્યા - રોહિત શેટ્ટીને આ ગાડી ઉડાડવા માટે ન્યૂક્લિયર બોમ્બની જરુર પડશે..
ભારતના પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પોતાના બિઝનેસ સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાયેલા રહે છે.
Anand Mahindra Tweet On Rohit Shetty: ભારતના પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પોતાના બિઝનેસ સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાયેલા રહે છે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર પોતાના ટ્વીટ કે કોમેન્ટથી લોકોના દિલ જીતી લે છે. આ દરમિયાન હવે આનંદ મહિન્દ્રાએ એક એવું ટ્વિટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. ખાસ વાત એ છે કે આ ટ્વીટ બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે જોડાયેલું છે.
મહિન્દ્રા સ્કોર્પિયો-એન 27 જૂને લોન્ચ થવા જઈ રહી છે. આ પહેલા તેના લુકનું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટીઝર અંગે એક યુઝરે આનંદ મહિન્દ્રાને ટેગ કરીને એક મીમ શેર કર્યું છે. આ મીમમાં, જોની લિવરનો પ્રખ્યાત ડાયલોગ - અબ મઝા આયેગાના બિડુ શેર કરવામાં આવ્યો હતો, જેના કેપ્શનમાં યુઝરે લખ્યું હતું કે - રોહિત શેટ્ટી હવે તેને ઉડાડવાનું વિચારી રહ્યો હશે.
આનો જવાબ આપતા આનંદ મહિન્દ્રાએ લખ્યું- રોહિત શેટ્ટી જી, આ કારને ઉડાડવા માટે તમારે પરમાણુ બોમ્બની જરૂર પડશે. આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
Rohit Shetty ji, is gaadi ko udaane ke liye aap ko ek nuclear bomb ki aavashyakata hogi…🙂 #BigDaddyOfSUVs #MahindraScorpioN https://t.co/wfmVihUvoE
— anand mahindra (@anandmahindra) May 21, 2022
તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી પોતાની ફિલ્મોમાં ઘણી બધી ગાડીઓ ઉડાડવા માટે પ્રખ્યાત છે. જેના કારણે વારંવાર રોહિત શેટ્ટી પર બનતા મીમ્સ વાયરલ થાય છે. મહિન્દ્રા સ્કોર્પિયો-એનનું ટીઝર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, તેના ટીઝરમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાનો અવાજ આપ્યો છે.