Liger માં ખરાબ એક્ટિંગના કારણે ટ્રોલ થઈ અનન્યા પાંડે, નારાજ નેટિઝન્સે કહ્યું- કાસ્ટ કરવાનું બંધ કરો
વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે(Ananya Panday)ની ફિલ્મ લાઈગર (Liger) 25 ઓગસ્ટે રિલીઝ થઈ છે.
Ananya Panday Gets TROLLED: વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે(Ananya Panday)ની ફિલ્મ લાઈગર (Liger) 25 ઓગસ્ટે રિલીઝ થઈ છે. પરંતુ જે રીતે લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. ફિલ્મ દર્શકોને કંઈ ખાસ પસંદ નથી આવી રહી, વિવેચકો પણ નેગેટિવ રિવ્યુ આપી રહ્યા છે. જો કે દર્શકો વિજય દેવરાકોંડાના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ અનન્યા પાંડેની નબળી એક્ટિંગને કારણે ખૂબ ટ્રોલ થઈ રહી છે. અનન્યાની એક્ટિંગથી નારાજ નેટીઝન્સે તેને ફિલ્મોમાં કાસ્ટ કરવાનું બંધ કરવાનું પણ કહ્યું હતું.
અનન્યા પાંડે ફિલ્મ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. યૂઝર્સ એક્ટ્રેસને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું કે લાઈગર એક ખરાબ ફિલ્મ છે, તેમાં કોઈ શંકા નથી પણ હું અનન્યા પાંડેની ફિલ્મમાં ખરાબ એક્ટિંગને સહન કરી શક્યો નહીં. યુઝરે ત્યાં સુધી લખ્યું કે અનન્યા પાંડેને તેલુગુ ફિલ્મોમાં કાસ્ટ કરવાનું બંધ કરો.
#liger is definitely a bad movie .
— J (@jayyybigwin) August 25, 2022
But what made its a unbearable torture film for me is the acting of #AnanyaPandey .
Please avoid casting bollywood actress in telugu films 🙏🤮@Charmmeofficial @purijagan @TheDeverakonda @PuriConnects pic.twitter.com/FXmp565Rpy
તો બીજી તરફ અન્ય યુઝરે ફિલ્મની ક્લિપ શેર કરી અને લખ્યું કે વાહ શું એક્ટિંગ છે. સ્ટ્રગલ ક્વિન. તેમને ઓસ્કાર આપો.
Wahh kya acting hai Struggle Queen #AnanyaPandey ki 🥲
— Shubham Jha 🇮🇳 (@shubh_1822) August 25, 2022
Koi Oscar do inhe 🙏🥲#LIGER #Ligerflop #BoycottBollywood #VijayDevarakonda #AnanyaPanday #Acting pic.twitter.com/C9fRpOtlcA
અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે અનન્યા પાંડે એ વિચારી રહી હશે કે લોકોને મને નફરત કરવા દો, હું મારી જીભથી મારા નાકને સ્પર્શ કરી શકું છું.
#AnanyaPandey's thoughts right now
— Rosin Christopher 🇮🇳 (@Chrisrcb100) August 25, 2022
Haters gonna hate i can touch my noise with tongue
That's my talent 😂😂 @karanjohar master class product she's been pic.twitter.com/6VyXNQ4WDX
રોકેટ સિંહ નામના યૂઝરે લખ્યું કે મારું ટૂથબ્રશ લાઈગરમાં અનન્યા પાંડેની એક્ટિંગ કરતાં વધુ સારી એક્સપ્રેશન આપી શકે છે.
My toothbrush can give better expressions then #AnanyaPandey's expressions in #Liger https://t.co/M3OHbvjBM5
— Rocket Singh 🚀 #Loki Peg-piper of Hamlin 😉 (@DegreeWaleBabu) August 25, 2022
આ પહેલીવાર નથી જ્યારે અનન્યા પાંડે તેની ખરાબ એક્ટિંગને કારણે ટ્રોલ થઈ હોય. અનન્યા પાંડે અવારનવાર વિવાદોમાં રહે છે અને ટ્રોલર્સના નિશાના પર રહે છે. જ્યારે અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 થી તેની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેને નેપોટિઝમની પ્રોડક્ટ પણ કહેવામાં આવી હતી.
પુરી જગન્નાધ દ્વારા દિગ્દર્શિત લાઈગર ફિલ્મમાં વિજય દેવરાકોંડા ફાઇટરની ભૂમિકામાં છે અને અનન્યા પાંડે તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં છે. બાહુબલીમાં શિવગામી દેવીનું પાત્ર ભજવનાર રામ્યા ક્રિષ્નન વિજયની માતાનું પાત્ર ભજવે છે. આ ફિલ્મ વિજયની પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે. ફિલ્મનું પ્રદર્શન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ રહ્યું નથી. 25 ઓગસ્ટે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી હતી અને અત્યાર સુધી કુલ 25 કરોડનો જ બિઝનેસ કરી શકી છે.