શોધખોળ કરો
Advertisement
કોરોના સામેની લડાઇમાં અભિષેક બચ્ચને એક સ્ક્રેચ માટે દાન કર્યા 1 લાખ રૂપિયા, જાણો વિગતે
ફરાહ ખાનના આ અભિયાનમાં એક્ટ્રેસ તબ્બુ અને ફિલ્મકાર જોયા અખ્તરે પણ સહયોગ આપ્યો છે. હવે આ બન્ને બાદ એક્ટર અભિષેક બચ્ચન પણ મદદ કરવા માટે આગળ આવ્યો છે
મુંબઇઃ કોરોના વાયરસના કારણે દુનિયા બેહાલ થઇ ગઇ છે. લૉકડાઉનના કારણે માણસોની સાથે સાથે જાનવરો પણ ભૂખમરાનો શિકાર બની રહ્યાં છે. કેટલાય સેલેબ્સ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. જેમાં ફિલ્મકાર ફરાહ ખાન પણ સામેલ છે, તે પોતાના બાળકોની સાથે મળીને કોરોના માટે ફંડ એકઠુ કરી રહી છે.
ફરાહ ખાનના આ અભિયાનમાં એક્ટ્રેસ તબ્બુ અને ફિલ્મકાર જોયા અખ્તરે પણ સહયોગ આપ્યો છે. હવે આ બન્ને બાદ એક્ટર અભિષેક બચ્ચન પણ મદદ કરવા માટે આગળ આવ્યો છે.
અભિષેક બચ્ચને રસ્તાંઓ પર રહેનારા જાનવરો અને પાલતુ પશુઓને દેખરેખને ધ્યાનમાં રાખીને ફરાહ ખાનની દીકરીની એક નેક પહેલમાં પોતાનુ યોગદાન આપ્યુ છે.
અભિષેકે આ કામ માટે એક લાખ રૂપિયાનુ દાન કર્યુ છે. જેના કારણે ફરાહ ખાને તેને ધન્યવાદ કહ્યું છે. ફરાહની દીકરી ઇનાયા (12 વર્ષની)એ વેચાણ માટે પાલતુ જાનવરોની કેટલીક તસવીરોને પોતાના હાથે બનાવીને અભિયાનની શરૂઆત કરી છે. આના દ્વારા મળનારા ફંડનો ઉપયોગ તે જાનવરોના ખાવા-પીવા માટે કરવામાં આવશે.
ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- એક સ્ક્રેચ માટે કોણ એક લાખ રૂપિયા આપે છે? બચ્ચન... ચેરિટી માટે ઇનાયાનો આ પ્રયાસ ફટાફટ બેગણો થઇ ગયો છે. મોટા હ્રદય વાળા આ શખ્સને મારા ધન્યવાદ.... એક મોટુ હગ જલ્દી તમારી પાસે આવવાનુ છે, મને ખબર છે જે તમને નહીં ગમે.
આ પૉસ્ટની સાથે ફરાહ ખાને અભિષેક સાથેની પોતાની એક તસવીર પણ શેર કરી છે, જેમાં જે તેને ગળે મળતી દેખાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion