શોધખોળ કરો
Advertisement
કોરોનાથી ડરીને આ એક્ટરે છોડી દીધુ મુંબઇ શહેર, માતા પિતાને લઇને આ એકાંત જગ્યાએ ગયો રહેવા
ટીવી એક્ટર કરણ ટેકર પોતાના માતા-પિતાની સાથે રહેવા માટે લોનાવાલામાં અસ્થાયી રીતે રહેવા માટે ચાલ્યો ગયો છે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કેસો સતત વધી રહ્યાં છે, અને સામાન્ય માણસથી લઇને હવે ખાસ માણસો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. આ બિમારીથી ડરીને હવે ટીવી એક્ટર કરણ ટેકર પોતાના માતા-પિતાની સાથે રહેવા માટે લોનાવાલામાં અસ્થાયી રીતે રહેવા માટે ચાલ્યો ગયો છે.
કરણ ટેકરે કહ્યું કે, અમે એમ્બી વેલીમાં રહીએ છીએ, શહેરથી બહાર જવા પાછળનુ કારણ એ હતુ કે મુંબઇમાં બહુજ કોસો વધી રહ્યાં છે. મારી બિલ્ડિંગમાં પણ થોડાક કોરોનાના કેસો આવ્યા છે, અને મારા માતાપિતા વૃદ્ધ થઇ રહ્યાં છે. હું સતત તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતામાં રહુ છુ.
તેને આગળ કહ્યું- સૌભાગ્યથી અમારામાંથી કોઇએ પણ હજુ સુધી તેનો સામનો નથી કર્યો. પણ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે વિચાર્યુ કે આ એક સારો વિચાર છે, અમે સુરક્ષિત રહેવા માટે શહેરથી દુર ચાલ્યા જઇએ.
જોકે, કરણ ટેકરને લાગે છે કે તે હાલ જ્યાં રહી રહ્યાં છે ત્યાં ચિકિત્સા સુવિધાઓની કમી છે. કરણે કહ્યું- શહેરથી બહાર જવાનુ નુકશાન એ થયુ કે અહીં ચિકિત્સા સુવિધાઓની કમી છે. પણ હું મારા માતાપિતાની સાથે છું, અને સૌભાગ્યથી લોનાવાલા અને એમ્બી વેલીમાં ચિકિત્સા સુવિધાઓ છે. કદાચ, મુંબઇની જેમ સારુ ના હોય પણ અમે બધા સ્વસ્થ છીએ, અને સૌથી ખરાબ સ્થિતિમાં પણ. ભગવાન ના કરે. અમે બધા મુંબઇની હૉસ્પીટલમાં પાછા જઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement