શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ આગાહી મુજબ UP, બિહાર અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ૨૨ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની આગાહી.
  • દક્ષિણમાં વરસાદ ઘટશે, ઉત્તર-પૂર્વ અને હિમાલયમાં જોર પકડશે.
  • દિલ્હી, યુપી, બિહાર, હિમાચલમાં ભારે વરસાદની આગાહી છે.
  • મહારાષ્ટ્ર, ઝારખંડ, પંજાબમાં પણ ભારે વરસાદનું એલર્ટ.

Tomorrow weather forecast August 3: દેશભરમાં અત્યારે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ઘણા રાજ્યોમાં તો મુશળધાર વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ગુજરાત અને આસામની સ્થિતિ એટલી હદે બગડી છે કે ત્યાં બચાવ કામગીરી માટે સેનાની મદદ લેવી પડી છે. આ બધાની વચ્ચે, હવામાન વિભાગે 3 ઓગસ્ટ માટે નવું અને મોટું અપડેટ આપ્યું છે. દેશના 22 જેટલા રાજ્યોમાં આગામી 15 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 30 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને ઘણી જગ્યાએ વીજળી પડવાની પણ પૂરી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં વરસાદનું જોર હવે થોડું ઘટશે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ જોર પકડશે અને આગામી 5 દિવસમાં અહીં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્ય અને પૂર્વીય હિમાલયની તળેટી વાળા વિસ્તારોમાં પણ આગામી 4-5 દિવસમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે.

આ 22 રાજ્યોમાં અપાયું છે વરસાદનું એલર્ટ

IMD દ્વારા 3 થી 8 ઓગસ્ટ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવન પણ ફૂંકાઈ શકે છે.

રાજ્યવાર હવામાનની લેટેસ્ટ આગાહી

દિલ્હીમાં કેવું રહેશે હવામાન? (3 થી 5 ઓગસ્ટ)

રાજધાની દિલ્હીમાં 5 ઓગસ્ટ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. સવારથી બપોરના સમયગાળામાં કેટલીક જગ્યાએ એક-બે વાર હળવો વરસાદ પડી શકે છે. 4 અને 5 ઓગસ્ટે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને આ દરમિયાન 12 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ઉત્તર પ્રદેશનું હવામાન (3 થી 8 ઓગસ્ટ)

UP ના લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. 3 થી 6 ઓગસ્ટ વચ્ચે લખનૌ, સીતાપુર, હરદોઈ, અયોધ્યા, મેરઠ, આગ્રા, વારાણસી અને પ્રયાગરાજ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. પૂર્વી અને પશ્ચિમી UP ના કેટલાક વિસ્તારોમાં આ સમય દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે 6 થી 8 ઓગસ્ટ વચ્ચે પૂર્વી UP માં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

બિહારનું હવામાન અપડેટ (3 થી 8 ઓગસ્ટ)

બિહારમાં 3 થી 8 ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 3 ઓગસ્ટે ગોપાલગંજ, સિવાન, કિશનગંજ અને પશ્ચિમ ચંપારણમાં ભારે વરસાદની ચેતવણી છે. ઉત્તર અને દક્ષિણ બિહારના કેટલાક ભાગોમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 4 અને 5 ઓગસ્ટે ગયા, ભાગલપુર અને નવાદા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેનો દોર 8 ઓગસ્ટ સુધી ચાલશે.

હિમાચલ પ્રદેશ (3 થી 8 ઓગસ્ટ)

દેવભૂમિ હિમાચલ પ્રદેશના લગભગ તમામ જિલ્લાઓ (જેમ કે શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા) માં 3 થી 8 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ અપાયું છે. અહીં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ (3 થી 8 ઓગસ્ટ)

ઉત્તરાખંડમાં પણ આખું અઠવાડિયું મેઘરાજા મહેરબાન રહેશે. દેહરાદૂન, પિથોરાગઢ અને હલ્દવાની સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 3 થી 8 ઓગસ્ટ દરમિયાન ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની પણ શક્યતા છે.

પંજાબનું હવામાન (3 થી 6 ઓગસ્ટ)

પંજાબમાં 3 અને 4 ઓગસ્ટે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 7 અને 8 ઓગસ્ટના રોજ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઝારખંડ (3 થી 8 ઓગસ્ટ)

ઝારખંડમાં 3 થી 8 ઓગસ્ટ દરમિયાન ઘણી જગ્યાએ વરસાદી માહોલ જામશે. ખાસ કરીને 2 થી 6 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરનું હવામાન (3 થી 8 ઓગસ્ટ)

જમ્મુ-કાશ્મીરમાં 3 થી 6 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની પૂરી સંભાવના છે. અહીં પણ વાવાઝોડા અને 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે.

મહારાષ્ટ્રનું હવામાન અપડેટ (3 થી 4 ઓગસ્ટ)

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી 5 દિવસ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 3 ઓગસ્ટે રત્નાગિરી, સતારા, નાગપુર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે, જ્યારે 4 ઓગસ્ટના રોજ વર્ધા, નાગપુર, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે.

Frequently Asked Questions

હવામાન વિભાગે 3 ઓગસ્ટ માટે કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે?

દેશના 22 રાજ્યોમાં આગામી 15 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

ભારે વરસાદ ઉપરાંત કયા પ્રકારની હવામાન ઘટનાઓ બનવાની શક્યતા છે?

વરસાદ દરમિયાન 30 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ઘણી જગ્યાએ વીજળી પડવાની પણ પૂરી શક્યતા છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ જોર પકડશે અને આગામી 5 દિવસમાં અહીં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

દિલ્હીમાં 3 થી 5 ઓગસ્ટ દરમિયાન હવામાન કેવું રહેશે?

દિલ્હીમાં 5 ઓગસ્ટ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. સવારથી બપોરના સમયગાળામાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ અને 12 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget