શોધખોળ કરો
Advertisement
નેપૉટિઝ્મ વિવાદ પર અભિનેતાનો કટાક્ષ, બોલ્યો- વિરાટ-અનુષ્કાનો દીકરો શું એક્ટર કે ક્રિકેટર નથી બની શકતો
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ બૉલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત સાકિબ સલીમની સાથે ફિલ્મ મેરે ડેડ કી મારુતિથી કરી હતી. તેને રિયાનો હંમેશા સપોર્ટ કર્યો છે
મુંબઇઃ ભારતીય ફિલ્મ જગતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નેપૉટિઝ્મને લઇને વિવાદ વધુ વકર્યો છે. કેટલાક લોકો ગંભીર આરોપોનો સામનો કરી રહ્યાં છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મને લઇને સવાલો વધુ ઉગ્ર બન્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અભિનેત્રી હુમા કુરેશીનો ભાઇ અને એક્ટર સાકિબ સલીમે નેપૉટિઝ્મ પર પોતાની વાત કહી છે.
અભિનેતા સાકિબ સલીમ ફિલ્મ મેરે ડેડ કી મારુતિમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અભિનેતા સલમાન ખાનની સાથે ફિલ્મ રેસ 3માં કામ કરી ચૂક્યો છે. તાજેતરમાંજ અભિનેતા સાકિબ સલીમે એક ઇન્ટરવ્યૂ દરમિયાન નેપૉટિઝ્મ પર પોતાની વાત કહી છે. તેનુ કહેવ છે કે ભવિષ્યમાં તેના બાળકો સારા કલાકાર બનાવા ઇચ્છશે તો તે તેમને કયા અધિકારથી આમ કરતા રોકી શકશે.
સાકિબ સલીમનુ કહેવુ છે કે જો તેના બાળકો પોતાના ભવિષ્યમાં એક્ટિંગને લઇને સીરિય રહેશે તો તેને કલાકાર કેમ નહીં બનાવે, આની સાથે તેને સવાલો કર્યો કે શું નેપૉટિઝ્મના કારણે આવનારા ભવિષ્યમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના બાળકો ક્રિકેટર કે એક્ટર ના બનવા જોઇએ?
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ બૉલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત સાકિબ સલીમની સાથે ફિલ્મ મેરે ડેડ કી મારુતિથી કરી હતી. તેને રિયાનો હંમેશા સપોર્ટ કર્યો છે,
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement