(Source: ECI/ABP News/ABP Majha)
Alia Bhatt Deepfake Video: રશ્મિકા-કાજોલ બાદ હવે Alia Bhatt થઈ ડીપફેક વીડિયોનો શિકાર
તાજેતરમાં એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના અને એક્ટ્રેસ કાજોલ દેવગનના ડીપફેક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. લોકો AIની આ ટેક્નોલોજીને લઈને ખૂબ જ ચિંતિત હતા.
Alia Bhatt Deepfake Video: તાજેતરમાં એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના અને એક્ટ્રેસ કાજોલ દેવગનના ડીપફેક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. લોકો AIની આ ટેક્નોલોજીને લઈને ખૂબ જ ચિંતિત હતા. તેની સામે સરકાર કાર્યવાહી પણ કરી રહી છે.
રશ્મિકા-કાજોલ બાદ હવે આલિયા ભટ્ટ ડીપફેક વીડિયોનો શિકાર બની છે
રશ્મિકા અને કાજોલ બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ તેનો શિકાર બની છે. જી હા, સોશિયલ મીડિયા પર આલિયાનો એક બોલ્ડ વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક છોકરી બેડ પર સૂતા સૂતા અને કેમેરા સામે જોઈને અશ્લીલ હરકતો કરતી જોવા મળે છે.
વીડિયો જોયા બાદ ફેન્સ ગુસ્સે થઈ ગયા
જોકે, વીડિયોમાં દેખાતી યુવતી આલિયા ભટ્ટ નહીં પરંતુ કોઈ અન્ય છે. આ છોકરીના ચહેરા પર આલિયા ભટ્ટનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે. જો તમે આ વિડિયોને ધ્યાનથી જુઓ છો, તો તે એડિટેડ વિડિયો હોવાનું જણાય છે. આલિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર તેના ફેન્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
કાજોલનો વીડિયો પણ વાયરલ થયો હતો
બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની વાત કરીએ તો તેના ડીપફેક વીડિયોમાં અભિનેત્રી કેમેરાની સામે કપડાં બદલતી જોવા મળી હતી. જોકે, પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે કાજોલ નથી, પરંતુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તેણે તેનો આ વીડિયો Tik-Tok પર શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે તેણે આ વીડિયો જૂન મહિનામાં શેર કર્યો હતો.
રશ્મિકા મંદન્નાનો ડીપફેક વીડિયો જોરદાર વાયરલ થયો હતો
રશ્મિકા મંદન્નાએ પણ તેના ડીપફેક વીડિયો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી અને લખ્યું કે તે ખૂબ જ ડરી રહી છે. ભવિષ્યમાં કોઈપણ છોકરી સાથે આવી ઘટનાઓ બની શકે છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર આ પ્રકારના ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સામાન્ય લોકોએ પણ સતર્ક રહેવાની જરુર છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial