શોધખોળ કરો

વેબ સીરીઝ ‘ગંદી બાત’માં કામ કરવાને લઈ એક્ટ્રેસ અન્વેશી જૈને કર્યા ચોંકાવનારા ખુલાસા 

ગંદી બાત ફેમ એક્ટ્રેસ અન્વેશી જૈન ઈન્દોરની છે.  એકતા કપૂરની પ્રખ્યાત વેબ સિરીઝ ગંદી બાતથી તે સમગ્ર દેશમાં ચર્ચામાં આવી હતી.  તેને આજે કોઈ ઓળખની જરૂર નથી.

Actress Anveshi Jain: ગંદી બાત ફેમ એક્ટ્રેસ અન્વેશી જૈન ઈન્દોરની છે.  એકતા કપૂરની પ્રખ્યાત વેબ સિરીઝ ગંદી બાતથી તે સમગ્ર દેશમાં ચર્ચામાં આવી હતી.  તેને આજે કોઈ ઓળખની જરૂર નથી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 60 લાખ લોકો ફોલો કરે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાના સંઘર્ષ અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા.

અભિનેત્રીએ કર્યા ચોંકાવનારા ખુલાસા 

ઈન્ટરવ્યુમાં વાત કરતી વખતે અન્વેશી જૈને જણાવ્યું હતું કે એન્જિનિયરિંગમાં એડમિશન લીધા બાદ તેને એક્ટિંગમાં રસ પડ્યો હતો, તે મધ્યપ્રદેશના છતરપુરમાં રહે છે. તેણે આગળ કહ્યું, “જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેના માતા-પિતાને તે ક્યાં હતી અને તે શું કરી રહી હતી તેની કોઈ જાણ નહોતી. અન્વેશી જૈને માતા-પિતા સાથે ખોટું બોલ્યું હતું.

બાળપણથી જ બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો 

આગળ વાત કરતાં અન્વેશી જૈને કહ્યું, “મારી સફર ઘણી લાંબી હતી અને મુંબઈ આવ્યા પછી મેં ઘણો સંઘર્ષ કર્યો. લોકોને લાગે છે કે અહીં બધું સરળતાથી મળી જશે પરંતુ એવું બિલકુલ નથી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે બાળપણમાં તેને ઘણી બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં, મોટા થયા પછી જ્યારે તે ભોપાલથી મુંબઈ આવી તો અહીં પણ તેણે પોતાને સ્થાપિત કરવા માટે વેબ સિરીઝ 'ગંદી બાત'માં કામ કર્યું, પરંતુ આ સિરીઝે તેના સંબંધો બગાડ્યા.

View this post on Instagram
 
A post shared by Anveshi Jain (@anveshi25)

પરિવારજનોએ વાત કરવાનું બંધ કરી દીધું હતું 

તેણે વધુમાં જણાવ્યું કે વેબ સીરીઝમાં કામ કર્યા બાદ પરિવારના સભ્યોએ વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી તેણે પોતાની બોલ્ડનેસ બદલવા માટે ઘણી મહેનત કરી અને ઘણા પ્રોજેક્ટ કર્યા. આ સાથે તેણે કન્નડથી તેલુગુમાં કામ કર્યું અને પોતાની અલગ ઓળખ બનાવી. 

'ગંદી બાત'માં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતી વખતે અન્વેશીએ કહ્યું કે જ્યારે તેણે 'ગંદી બાત' વેબ સિરીઝમાં કામ કરવા માટે સાઇન કર્યું, ત્યારે તેના મગજમાં એવું આવ્યું કે તેના પિતા તેને જોઈને શું કહેશે તેઓ જીન્સ ટોપમાં જોવા નહોતા માંગતા. પછી શોમાં બોલ્ડ લુકમાં જોશે તો  શું વિચારશે? તે આ સિરીઝને લઈને ખૂબ જ મૂંઝવણમાં હતી. તે સમજી શકતી નહોતી કે શું કરવું.

અભિનેત્રીએ પ્રોડક્શન પહેલાં એક શરત મૂકી હતી 

જ્યારે અભિનેત્રીએ આ સીરીઝ વિશે પોતાના લોકો સાથે વાત કરી તો તેઓએ તેને કામ કરવાની સલાહ આપી અને કહ્યું કે તકો વારંવાર આવતી નથી. ત્યારબાદ અન્વેશીએ પ્રોડક્શન સમક્ષ એક શરત મૂકી કે તેના સીન કોઈ છોકરા સાથે ન હોવા જોઈએ. પછી તેણે યુવતી સાથે સીન કર્યા. શૂટિંગ દરમિયાન તે અસહજ  અનુભવવા લાગી. તેને શું કરવું એનો ખ્યાલ નહોતો. એક દિવસ તે સેટની પાછળ ગઈ અને રડવા લાગી અને વિચારવા લાગી કે તે પોતાનું શરીર વેચી રહી છે.

અન્વેશીએ જણાવ્યું કે જ્યારે તેણે તેના સહ કલાકારોને કહ્યું કે તે આ કરી શકશે નહીં, તો તેને કહેવામાં આવ્યું કે જો તે શો અધવચ્ચે છોડી દેશે તો ઈન્ડસ્ટ્રી દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવશે. આ સાંભળીને તેણે તેમાં કામ કર્યું. આ સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

View this post on Instagram
 
A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષી જૈને વધુમાં જણાવ્યું કે વેબ સીરીઝ 'ગંદી બાત'માં કામ કર્યા બાદ તેની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. લોકોએ આ ક્લિપ જોઈ અને તે તેના હોમ ટાઉન એટલે કે ભોપાલના છતરપુર સુધી પહોંચી. જે બાદ વાતાવરણ ગરમાયું હતું. લોકો તેના પિતા સાથે વાત કરવા લાગ્યા. અભિનેત્રીએ જણાવ્યું કે તેના પિતાના એક પત્રકાર મિત્રએ તેને કહ્યું તેઓ સજ્જન છે, પરંતુ તેની પુત્રી શું કરી રહી છે. 

આ પછી તેના પરિવારના સભ્યોએ અભિનેત્રી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. ભાઈએ એક વખત કહ્યું હતું કે તે તેના શરીરના કારણે પ્રખ્યાત છે. આ પછી તેણી ભાંગી પડી હતી.   

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget