શોધખોળ કરો
Advertisement
સલમાન ખાને દિશા પટ્ટણીને ઓફર કરી આ મોટી ફિલ્મ, તો એક્ટ્રેસે કહી દીધી આવી વાત, જાણો વિગતે
દિશાએ ખુશી સાથે કહ્યું કે, સલમાન સર બૉલીવુડના દિગ્ગજ સ્ટાર છે, મેં ક્યારેય ન હતુ વિચાર્યુ કે તેમની સાથે મને કામ કરવા મળશે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દિશા પટ્ટણી હવે સલમાન ખાન સાથે બીજી ફિલ્મ કરવા જઇ રહી છે. બૉલીવુડના દિગ્ગજ એક્ટર સલમાન ખાને એક્ટ્રેસને પોતાની ફિલ્મ ઓફર કરતાં એક્ટ્રેસ ખુશ થઇ ગઇ હતી, અને પોતાની વાત જાહેરમાં કરી દીધી હતી.
દિશાએ જણાવ્યુ કે, સલમાને તેને ફિલ્મ ઓફર કરી છે, અને તેને ઓફર સ્વીકારી લીધી છે. કેમકે તેને સલમાનની સાથે સાથે ફિલ્મ નિર્માતા અને કૉરિયોગ્રાફર પ્રભુ દેવાની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે.
દિશા પટ્ટણીએ જણાવ્યુ કે, સલમાન સરે મને પુછ્યુ કે શું તું મારી ફિલ્મ કરવા ઇચ્છીશ. મેં કહ્યું હાં, કેમકે આમાં સલમાન સર હતા અને આનુ નિર્દેશન પ્રભુ દેવા સરે કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિશા પટ્ટણીએ સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં કામ કર્યુ હતુ.
દિશાએ ખુશી સાથે કહ્યું કે, સલમાન સર બૉલીવુડના દિગ્ગજ સ્ટાર છે, મેં ક્યારેય ન હતુ વિચાર્યુ કે તેમની સાથે મને કામ કરવા મળશે. ભારત બાદ ફરીથી હું કામ કરી શકીશ તે ખરેખર અવિશ્વસનીય છે. મને રાધે ફિલ્મમાં સલમાન સર સાથે કામ કરવાનો મોકો મળ્યો તો હુ ખુબ ખુશ થઇ ગઇ હતી. મને ફિલ્મની કહાની ખુબ ગમી છે, મને લાગે છે કે, હાર્ડ વર્કની સાથે મારુ નસીબ પણ સારુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement