Actress : શું કંગનાને મળી ગયો તેનો મનનો માણિગર? અભિનેત્રીની તસવીરોએ જગાવી ચર્ચા
બોલિવૂડની કોન્ટ્રોવર્શિયલ ક્વીન કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
Kangana Ranaut Viral Photos: બોલિવૂડની કોન્ટ્રોવર્શિયલ ક્વીન કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ, આ વખતે તે પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. જેને જોઈને ફેન્સ સવાલ કરી રહ્યા છે કે તે કોના પ્રેમમાં પડી ગઈ છે?
इश्क़ वो आतिश है ग़ालिब लगाने से लगती नहीं और बुझाने से बुझती नहीं pic.twitter.com/Ayds9o3RmA
— Kangana Ranaut (@KanganaTeam) April 9, 2023
શું કંગના પ્રેમમાં પડી છે?
જો કંગના રનૌતના પ્રેમ સંબંધોની વાત કરીએ તો તે આજે પણ એ કારણોસર ચર્ચામાં રહે છે. હવે ફેન્સ ઈચ્છે છે કે, અભિનેત્રી જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. પરંતુ હવે એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોઝ જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, તે જલ્દી જ ફેન્સની આ ઈચ્છા પૂરી કરવા જઈ રહી છે.
તસવીરો જોયા બાદ ચાહકો ઉઠાવી રહ્યા છે સવાલ
હાલમાં જ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કેટલીક ક્લોઝ-અપ તસવીરો શેર કરી છે. અભિનેત્રીના ફોટા કરતાં વધુ કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું. ફોટો શેર કરીને કંગનાએ કેપ્શન પર લખ્યું, 'ઈશ્ક વો આતિશ હૈ ગાલિબ, જો લગને સે લગતે નહીં લગતી ઔર બુઝાને સે બુઝતી નહીં'
યુઝર્સની કોમેન્ટ
હવે કંગના રનૌતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો તેને પૂછે છે, શું તેને તેનો મિસ્ટ્રી મેન મળી ગયો છે? જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું હતું કે - કૌન હૈ જો સપનો મેં આયા... કોન હૈ જો દિલ મેં સમાયા. ... આજે બધા રહસ્યો ખોલો.' અન્ય એક યુઝરે લખ્યું કે, આ વખતે કોણ છે એ વ્યક્તિ જેના પર તમારું દિલ આવ્યું.
કંગનાએ લગ્ન વિશે કહી હતી આ વાત
કંગનાએ વર્ષ 2021માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું નિશ્ચિતપણે લગ્ન કરવા અને બાળકો પેદા કરવા ઈચ્છું છું. આજથી પાંચ વર્ષ પછી હું મારી જાતને એક માતા, એક પત્ની અને અલબત્ત એક એવી વ્યક્તિ તરીકે જોઉં છું જે નવા ભારતના વિઝનમાં સક્રિયપણે સામેલ છે. તેના જીવનસાથી વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે, તમે ટૂંક સમયમાં બધુ જાણી શકશો.