શોધખોળ કરો
Advertisement
વધુ એક એક્ટરને લાગ્યો કોરોનાનો ચેપ, ગોવામાં વેકેશન ગાળવા ગયો ને આવી ગયો કોરોનની ઝપેટમાં, જાણો વિગતે
36 વર્ષીય સિદ્વાંત કપૂરે એબીપીને કહ્યું - અમે હાલ ગોવામાં છીએ અને ગોવામાં પણ અમારુ એક ઘર છે, હુ કોરોનાને લઇને પુરેપુરી કાળજી રાખી રહ્યો છું, હાલ મને ચિંતાની કોઇ વાત નથી
મુંબઇઃ બૉલીવુડ હસ્તીઓના ઘરમાં હવે ધીમે ધીમે કોરોનાની એન્ટ્રી થઇ રહી છે. બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ઘરમાં કોરોનાએ પ્રવેશ કરતા જ તેના ભાઇને ઝપેટમાં લઇ લીધો છે. જાણીતા વિલેન અને કૉમેડિયન શક્તિ કપૂરના પુત્ર અને શ્રદ્ધા કપૂર ભાઇ સિદ્વાંત કપૂરને કોરોનાનો ચેપ લાગ્યો છે.
સિદ્વાંત કપૂરે એબીપી સાથે ફોન પર વાત કરી, અને ખુદને કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી આપીને પુષ્ટી કરી હતી. તેને કહ્યું- છેલ્લા થોડાક સમયથી ખાવા પીવામાં બેસ્વાદ આવી રહ્યો હતો, આવામાં મે રવિવારે પહેલીવાર મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ પછી મે બીજા કેટલાક ટેસ્ટ કરાવ્યા, જે પછી મને કોરોના પૉઝિટીવ હોવાનુ ખબર પડી.
36 વર્ષીય સિદ્વાંત કપૂરે એબીપીને કહ્યું - અમે હાલ ગોવામાં છીએ અને ગોવામાં પણ અમારુ એક ઘર છે, હુ કોરોનાને લઇને પુરેપુરી કાળજી રાખી રહ્યો છું, હાલ મને ચિંતાની કોઇ વાત નથી.
(ફાઇલ તસવીર)
એક બાળ કલાકાર તરીકે બૉલીવુડમાં પગ મુકનારો સિદ્વાંત કપૂર ભુલ ભૂલલૈયા, ચુપ ચુપ કે, ભાગમભાગ, ઢોલ, શૂટ આઉટ એટ વડાલા, હસીના પારકર, જઝ્બા, અગલી, પલટન, ભૂત-પાર્ટ-1 ધ હૉન્ટેસ્ટ શિપ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement