Shrahrukh Khan: ફિલ્મ Pathaanની રિલીઝ પહેલાં માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો શાહરૂખ, માથું ટેકવી કર્યા દર્શન
Shahrukh Khan: કિંગખાની ફિલ્મ પઠાન જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ સફળ થાય તે માટે દરેક જગ્યાએ પ્રાર્થના કરી રહ્યો છે.
Shahrukh Khan: બોલિવૂડમાં આ દિવસોમાં એક પછી એક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. આનાથી મેકર્સ અને સ્ટાર્સ ઘણા નારાજ છે. તે પોતાની ફિલ્મોને હિટ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો અને ઉપાયો કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન મોડી રાત્રે કેટલાક સાથીઓ સાથે મા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો હતો. શાહરૂખના આ અંદાજે ફેંસનું દિલ જીતી લીધું છે.
કિંગખાની ફિલ્મ પઠાન જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ સફળ થાય તે માટે દરેક જગ્યાએ પ્રાર્થના કરી રહ્યો છે. કિંગ ખાન મોડી રાત્રે માતા વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યો હતો. જ્યાં માથું ટેકવીને પ્રાર્થના કરી હતી.લોકો ઓળખી ન જાય તે માટે શાહરૂખે માસ્ક પહેર્યું હતું.
તાજેતરમાં આમિર ખાનની પૂજા કરતી વખતે કેટલીક તસવીરો સામે આવી હતી. આ તસવીરોમાં તે પત્ની કિરણ રાવ સાથે આરતી અને કલશ પૂજન કરી રહ્યો હતો. અભિનેતાએ કપાળ પર તિલક લગાવ્યું હતું અને આમિર ખાન પ્રોડક્શન હાઉસમાં પૂજા કરતો જોવા મળ્યો હતો. આમિર બાદ હવે શાહરૂખ ખાને પણ તેના મિત્રો સાથે મધરાતે મા વૈષ્ણોનાં દરબારમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ચહેરા પર માસ્ક અને ચશ્મા લગાવી દીધા હતા, જેથી કોઈ તેને ઓળખી ન શકે.
પઠાન ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મને લઈ લોકોમાં પણ રસ છે. ફિલ્મમાં કિંગખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય રોલમાં હશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મને લઈ અત્યાર સુધીમાં શાહરૂખના અનેક પોસ્ટર્સ સામે આવી ચુક્યા છે.
SRK recently visited Mata Vaishnodevi to seek blessings.pic.twitter.com/Cr17b9N7gz
— Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) December 12, 2022
અમરેલીના આ યુવા નેતાને બનાવશે ઉપદંડક ?
ભાજપે આ વખતે વિધાનસભામાં 156 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. અમરેલી જિલ્લાનાની પાંચ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. અમરેલીના યુવા નેતા કૌશિક વેકરીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હાર આપી હતી. કૌશિક વેકરીયાને ઉપદંડક બનાવવામાં આવી શકે છે. કૌશિક વેકરિયાની ઉંમર માત્ર 36 વર્ષ છે. કૌશિક વેકરિયા અમરેલીના જિલ્લા પ્રમુખ છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સારી નામના ધરાવે છે, તેમજ લોકચાહના પણ ધરાવે છે. કૌશિક વેકરિયા અમરેલીના દેવરાજીયા ગામના છે. 2011 થી 2016 સુધી તેઓ ગામના સરપંચ રહી ચુક્યા છે. કૌશિક વેકરિયા 2002થી વિવિધ સંગઠનોમાં સક્રિય છે. કૌશિક વેકરિયાના પત્નીનું નામ શગુણાબેન છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે.