શોધખોળ કરો
Advertisement
સુશાંતના પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર કઇ મોટી હૉસ્પીટલે ઉઠાવ્યા સવાલો, ને કયા એન્ગલથી તપાસ કરવાનુ કહ્યું, જાણો વિગતે
ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, અમને મેડિકલ ડેથ ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઇએ, જે અમે મુંબઇની લૉકલ ટીમ દ્વારા કપૂર હૉસ્પીટલ પાસે માંગી છે. સીબીઆઇએ એઇમ્સ પાસે સુશાંતની પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી રિપોર્ટની તપાસ કરતા તેના પર તેમનો મત માંગ્યો હતો
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે મોટો ખુલાસો થયો છે. રાજધાની દિલ્હીમાં સ્થિત (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ) AIIMS -એઇમ્સે સવાલો સવાલો ઉઠાવ્યા છે. AIIMSએ ફૉરેન્સિક તપાસ ટીમના હેડ ડૉક્ટર સુધીન ગુપ્તાએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત પૉસ્ટમોર્ટમમાં ઘણીબધી વસ્તુઓ અધુરી છે. હવે હત્યાના એન્ગલથી તપાસ થવી જોઇએ. સુશાંત મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ મુંબઇની કપૂર હૉસ્પીટલમાં થયુ હતુ.
ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, અમને મેડિકલ ડેથ ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઇએ, જે અમે મુંબઇની લૉકલ ટીમ દ્વારા કપૂર હૉસ્પીટલ પાસે માંગી છે. સીબીઆઇએ એઇમ્સ પાસે સુશાંતની પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી રિપોર્ટની તપાસ કરતા તેના પર તેમનો મત માંગ્યો હતો.
આ પહેલા ડૉ.સુધીર ગુપ્તાએ થોડાક અઠવાડિયા પહેલા કહ્યું હતુ કે હત્યા હોવાની ઉપરાંત તમામ સંભવિત એન્ગલથી તપાસ કરીશું. અમારી ટીમ સુશાંતના શરીર પર ઇજાની પેટર્નનુ વિશ્લેષણ કરશે, અને પરિસ્થિતિ જન્ય સાક્ષ્યોની સાથે તેને મેચ કરશે.સાથે જ એન્ટી ડિપ્રેસેન્ટ રાજપૂતને આપવામાં આવ્યા હતા, તેનુ પણ વિશ્લેષણ એઇમ્સની લેબમાં કરવામાં આવશે.
નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહના મોત બાદ આ કેસને મુંબઇ પોલીસ તપાસી રહી હતી, હવે સુપ્રીમ કોર્ટના આદેશ આ બાદ આ કેસને કેન્દ્રની સીબીઆઇ ટીમ હેન્ડલ કરી રહી છે, સીબીઆઇ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇમાં છે અને સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement