શોધખોળ કરો

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

Gujarat Weather Forecast: ભારે વરસાદ બાદ હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે 8 ઓગસ્ટથી વધુ એક વરસાદના રાઉન્ડની આગાહી કરી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉત્તર ભારતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ વળશે.
  • આઠથી પંદર ઓગસ્ટ દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ.
  • રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, યલો એલર્ટ જાહેર.
  • ભારે વરસાદની સંભાવના નથી, 70 ટકા વરસાદ નોંધાયો.

Gujarat Weather Forecast: ઉત્તર પ્રદેશ, દિલ્લી હરિયાણામાં પર હાલ ગાઢ વાદળો છવાયેલા છે. જેના કારણે હાલ ઉત્તર પ્રદેશ, દિલ્લી, હરિયાણા સહિતના આસપાસના વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનશે અને થોડું ગુજરાત તરફ વળે તેવી શકયતાને જોતા 8થી 15 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  

હવામાન વિભાગના મોડલ મુજબ એક ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા 8 ઓગસ્ટથી ગુજરાત રિઝન સહિત દરિયાકાંઠાના વિસ્તારમાં  હળવાથી મધ્યમ વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આ સમયગાળાાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 8,9.10 ઓગસ્ટ સમય દરમિયાન ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ 13થી 15 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે. ટૂંકમાં 8થી 15 ઓગસ્ટ સુધી  ભારેથી અતિ ભારે વરસાદની કોઇ શકયતા નથી.   

આ પણ વાંચો: Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

8થી 10 દરમિયાન ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઓગસ્ટ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા,ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગરહવેલી, પાટણ, મહેસાણા,ગાંધીનગર,ખેડા, આણંદ, અમદાવાદ, આ સિવાય સૌરાષ્ટ્રમાં છૂટછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દેવભૂમી દ્રારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં કાલથી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ક્યારથી વરસાદની શક્યતા છે?

હવામાન વિભાગના મોડેલ મુજબ 8 ઓગસ્ટથી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જે 15 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.

8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે?

આ સમયગાળા દરમિયાન ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા છે?

8 થી 15 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, શનિવાર અને રવિવારે સાર્વત્રિક વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે.

ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ નોંધાયો છે?

ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 
Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 
Embed widget