અક્ષય કુમારે સલમાન, શાહરુખ અને આમિર ખાનને પાછળ છોડ્યા, આ મામલે અક્કી બન્યો નંબર 1
બોલીવુડ પર ખાન ફેક્ટરનો હંમેશા દબદબો જોવા મળ્યો છે. પરંતુ આ વખતે એકલો અક્ષય કુમાર ત્રણેય ખાન સુપરસ્ટાર પર ભારે પડતો દેખાઈ રહ્યો છે.
![અક્ષય કુમારે સલમાન, શાહરુખ અને આમિર ખાનને પાછળ છોડ્યા, આ મામલે અક્કી બન્યો નંબર 1 Akshay Kumar Most Popular Male Star, Akshay Kumar Made Place Of Number One In Ormax Media અક્ષય કુમારે સલમાન, શાહરુખ અને આમિર ખાનને પાછળ છોડ્યા, આ મામલે અક્કી બન્યો નંબર 1](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/2cb87927e0fcec1f4c2ad907de1fd3f0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Akshay Kumar Tops Most Popular Male Star List: બોલીવુડ પર ખાન ફેક્ટરનો હંમેશા દબદબો જોવા મળ્યો છે. પરંતુ આ વખતે એકલો અક્ષય કુમાર ત્રણેય ખાન સુપરસ્ટાર પર ભારે પડતો દેખાઈ રહ્યો છે. અક્ષય કુમાર બોલીવુડનો એકલો જ એવો સુપરસ્ટાર છે જેની દર વર્ષે 3-4 ફિલ્મોમાં રીલીઝ થાય છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન હતું અને જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે પહેલી વખત જ્યારે થિયેટરો ખુલ્યાં ત્યારે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી પહેલાં રીલીઝ થઈ હતી.
જો કે, આ દરમિયાન રીલીઝ થયેલી સૂર્યવંશી, બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો ફ્લોપ થવા છતાં અક્ષયના ચાહકોમાં તેનો જલવો યથાવત છે. આ જ કારણે અક્ષય કુમારે મે મહિના માટેના ઓરમેક્સ મીડિયાના ઘણા પોપ્યુલર મેલ સ્ટાર્સ (હિન્દી)ની લિસ્ટમાં ટોપ સ્થાન મેળવ્યું છે.
લોકપ્રિય સ્ટાર્સના ચાર્ટમાં ટોપ ઉપર અક્ષય કુમરે પોતાનો સિક્કો જમાવ્યો છે. અક્ષયે આ લિસ્ટમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને ઋતિક રોશનને પાછળ છોડીને નંબર 1ના સ્થાન પર કબ્જો કર્યો છે. એટલું જ નહી આવનારા ઘણા મહિનાઓ સુધી અક્ષય કુમાર આ લિસ્ટમાં ટોપ રહી શકે છે.
Ormax Stars India Loves: Most popular male Hindi film stars (May 2022) #OrmaxSIL pic.twitter.com/mxgJ9VwIvA
— Ormax Media (@OrmaxMedia) June 12, 2022
અક્ષય કુમારની આગામી ફિલ્મોઃ
અક્ષય કુમારની (Akshay Kumar Upcoming Projects) આગામી ફિલ્મોની યાદીમાં ઘણાં નામોનો સમાવેશ થાય છે. અક્ષય ટૂંક સમયમાં જ આનંદ એલ રાયની ફિલ્મ 'રક્ષા બંધન'માં દેખાશે. આ ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનેકર પણ દેખાશે. આ ફિલ્મ બાદ અક્ષય કુમારની લિસ્ટમાં 'રામ સેતુ' છે. આ સિવાય અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી સાથે 'સેલ્ફી' નામની ફિલ્મમાં દેખાશે અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બડે 'મિયાં છોટે મિયાંમાં' પણ કામ કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)