શોધખોળ કરો
Advertisement
Drugs Case પર છલકાયું અક્ષય કુમારનું દર્દ, કહ્યું- કેવી રીતે કહું બોલિવૂડમાં ડ્રગ્સની...
ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર લાગેલા ડ્રગ્સ કેસના આરોપનો સુપરસ્ટાર અક્ષય કુમારે બચાવ કર્યો છે. અક્ષયે ફરી વિશ્વાસ જગાવવાનું વચન આપ્યું છે.
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓના નામ સામે આવતા ખળબળાટ મચી ગયો છે. ત્યારે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર લાગેલા ડ્રગ્સ કેસના આરોપનો સુપરસ્ટાર અક્ષય કુમારે બચાવ કર્યો છે. અક્ષયે ફરી વિશ્વાસ જગાવવાનું વચન આપ્યું છે.
અક્ષયે વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, “આજે થોડા ભારે હ્રદયથી આપની સાથે વાત કરી રહ્યો છું. છેલ્લા કેટલાક સમયથી ઘણી વાતો કહેવાની ઈચ્છા થઈ, પરંતુ ચારે બાજુ એટલી બધી નેગેટિવીટ છે કે, સમજ નથી પડી કઈ રીતે શું અને કેટલું બોલું. અમે ભલે સ્ટાર્સ કહેવાઈએ પણ બોલિવૂડને તમે તમારા પ્રેમથી બનાવ્યું છે. અમે માત્ર ઈન્ડસ્ટ્રીઝ નથી. અમે ફિલ્મો દ્વારા દેશના કલ્ચર આપણી વેલ્યૂઝને દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચાડ્યા. જ્યારે જ્યારે આપણા દેશની જનતાના સેન્ટીમેન્ટની વાત આવી, તમે જે પણ અનુભવ કરી રહ્યા હતા, આટલા વર્ષોથી ફિલ્મોએ તેને દર્શાવાનો પ્રયાસ કર્યો. પછી તે એન્ગ્રીયંગમેન વાળો આક્રોશ હોય કે, કરપ્શન હોય, ગરીબી હોય કે, બેરોજગારી તમામ મુદ્દાને સિનેમાએ પોતાની રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો. ”
તેમણે કહ્યું કે, એવામાં જો આજે તમારા સેન્ટીમેન્ટમાં ગુસ્સો છે તો ગુસ્સો પણ અમારા માથા પર છે. સુશાંત સિંહ રાજપૂના નિધન બાદ એવા ઘણા મુદ્દા સામે આવ્યા છે. તેણે અમને પણ એટલુંજ દુખ આપ્યું છે. જેટલું તમને બધાને. આ મુદ્દાએ અમને અંદર જોવા માટે મજબૂર કર્યા છે. અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી ઘણી બધી ખામીઓ છે જેને જોવા મજબૂર કર્યા છે અને તેના પર ધ્યાન આપવું ખૂબજ જરૂરી છે. જેવા કે નારકોટિક્સ અને ડ્રગ્સ વિશે ચર્ચા આજે ચાલી રહી છે. હું આજે દિલ પર હાથ મુકી કેવી રીતે આપને જૂઠસ બોલું કે, આ પ્રોબ્લમ એગ્ઝિસ્ટ નથી કરતી. જરૂર કરે છે. એવી રીતે જે રીતે તમામ ઈન્ડસ્ટ્રીમાં અને તમામ પ્રોફેશનમાં થાય છે. પણ તમામ પ્રોફેશનમાં દરેક વ્યક્તિ તેમાં સામેલ હોય એવું બનતું નથી. એવું નથી થતું.
અક્ષયે કહ્યું, મને વિશ્વાસ છે કે આપણી લો ઈન્ફોર્સમેન્ટ, અથોરિટી અને કોર્ટ જે પણ તપાસ, એક્શ લઈ રહી છે તે યોગ્ય હશે. અને હું એ પણ જાણું છું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો દરેક વ્યક્તિ તેમની સાથે સહકાર આપશે. પણ પ્લીઝ હાથ જોડીને કહ્યું છું કે, એવું ના કરો કે સમગ્ર ઈન્ડસ્ટ્રીને એક જ બદનામ દુનિયા જેવી નજરો સાથે જોવા લાગે. આ યોગ્ય નથી. આ ખોટુ છે. છેવટે અક્ષયે કહ્યું, મને પર્સનલી હંમેશા મીડિયાની તાકાતમાં વિશ્વાસ રહ્યો છે. જો મીડિયા સાચા મુદ્દાને યોગ્ય સમયે ન ઉઠાવે તો કદાચ ઘણા લોકોને ન અવાજ મળશે ન ન્યાય. હું મીડિયાને રિક્વેસ્ટ કરું છું કે, પોતાનું કામ, પોતાનો અવાજ ઉઠાવવું ચાલુ રાખે, પરંતુ પ્લીઝ થોડું સેન્સિટિવલી, કારણ કે એક નેગેટિવ ન્યૂઝ એક વ્યક્તની વર્ષોની ઈજ્જત અને કામ, મહેનત બર્બાદ કરી નાખે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement