અક્ષય કુમારની તબીયતને લઈ શું આવ્યા મોટા સમાચાર, જાણો ટ્વિંકલ ખન્નાએ શું કરી પોસ્ટ ?
અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ 4 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે , ‘આજે વહેલી સવારે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરેક પ્રોટોકોલ્સનું પાલન કરી મેં પોતાને આઇસોલેટ કર્યો છે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આજે જ અભિનેતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે પહોંચ્યો છે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે.
ટ્વિંકલ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી જણાવ્યું કે 'બધુ ઠીક છે અને અક્ષય કુમારને ઘરે જોઈને બધા લોકો ખુશ છે.'
અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ 4 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે , ‘આજે વહેલી સવારે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરેક પ્રોટોકોલ્સનું પાલન કરી મેં પોતાને આઇસોલેટ કર્યો છે. હું હાલ હોમ ક્વોરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું. એક્શનમાં જલ્દી પરત ફરીશ.’
સંક્રમિત થયાને એક દિવસ પછી અભિનેતા હિરાનંદાની હોસ્પિટલમાં એડમિટ થયો હતો. એ પછી એવી ચર્ચાઓ પણ થઇ હતી કે ફિલ્મ ‘રામસેતુ’ના સેટ પર 45 ક્રૂ મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જો કે, ફિલ્મની કો-પ્રોડક્શન કંપની અંબુદતિયા એન્ટરટેઈનમેન્ટના માલિક વિક્રમ મલ્હોત્રાએ આ સમાચારને અફવા કહ્યા હતા. તેમણે કહ્યું કે, 25 લોકો સંક્રમિત થયા હતા, પણ તેમાંથી કોઈ ટીમમાં નહોતા.
અત્યાર સુધીમાં ઘણા બોલીવૂડ સેલેબ્સને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં આમિર ખાન, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર, સતીશ કૌશિક તથા તારા સુતરિયા, આર. માધવન, કાર્તિક આર્યન, મિલિંદ સોમણ રિકવર થઈ ગયા છે.
દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.