અક્ષયની નવી ફિલ્મ 'Capsule Gill'નું દમદાર ફર્સ્ટ લૂક રિલીઝ, જાણો શું છે ફિલ્મની કહાની.......
અક્ષય કુમાર આ ફર્સ્ટ લૂકમાં તે સરદાર બનેલો છે અને પર્પલ કલરની પાઘડી પહેરી રાખી છે. તેને આંખો પર ચશ્મા પણ પહેરેલા છે. તે શર્ટ પહેરેની ખેતરોમાં દેખાઇ રહ્યો છે
Akshay Kumar New Movie: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ની એક નવી ફિલ્મનો પહેલાથી જ ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ લૂકમાં ખેલાડી કુમાર સરદાર બનેલો દેખાઇ રહ્યો છે. જોકે, ફિલ્મનુ નામ હજુ સુધી કન્ફોર્મ નથી. સોશ્યલ મીડિયા પર સમાચાર છે કે ફિલ્મનુ નામ 'કેપ્સૂલ ગિલ (Capsule Gill)' રાખવામાં આવ્યુ છે.
અક્ષય કુમાર આ ફર્સ્ટ લૂકમાં તે સરદાર બનેલો છે અને પર્પલ કલરની પાઘડી પહેરી રાખી છે. તેને આંખો પર ચશ્મા પણ પહેરેલા છે. તે શર્ટ પહેરેની ખેતરોમાં દેખાઇ રહ્યો છે, ફિલ્મનુ ફર્સ્ટ લૂક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. અક્ષય કુમારના ફેન્સ તેના આગામી કોઇ મોટી ફિલ્મને લઇને એક્સાઇટ છે.
ફિલ્મનુ નિર્માણ વાસુ ભગનાનીના બેનર પૂજા એન્ટરટેન્ટમેટ હેઠળ કરવામાં આવી રહ્યું છે. નિર્દેશન ટીનૂ સુરેશ દેસાઇ કરી રહ્યાં છે. આ બેનરની સાથે અક્ષયની આ ત્રીજી ફિલ્મ છે, તેની પહેલી બે ફિલ્મે બૉક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.
IT'S OFFICIAL... AKSHAY KUMAR - POOJA ENTERTAINMENT REUNITE... #AkshayKumar joins hands with #PoojaEntertainment [#VashuBhagnani] yet again... Filming begins in #London... Directed by #TinuSureshDesai [#Rustom]... #FirstLook... pic.twitter.com/rOb0tIUpd6
— taran adarsh (@taran_adarsh) July 8, 2022
રિપોર્ટ્ અનુસાર, ફિલ્મ કૉલ માઇન (Coal Mine) રેસ્ક્યૂ પર આધારિત છે. ફિલ્મ માઇનિંગ એન્જિનીયર જસવંત સિંહ ગિલના જીવનની કહાની હશે. જેને રાનીગંજ કૉલ ફિલ્ડમાં 1989માં ફસાયેલા 64 મજૂરોનો જીવ બચાવ્યો હતો. અક્ષય કુમાર તેમની ભૂમિકા નિભાવી રહ્યો છે. જોકે ફિલ્મના નામના ટાઇટલને લઇને હજુ અટકળો ચાલુ છે, હાલમાં આ ફિલ્મનુ લંડનમાં શૂટિંગ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો.....
Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન
ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ
Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર