શોધખોળ કરો
Advertisement
હૉટ એક્ટ્રેસની બહેનને એક મહિલાએ આપી ગેન્ગરેપની ધમકી, સોશ્યલ મીડિયા પર શેર કર્યુ દુઃખ
અનન્યા પાંડેની કઝિન અલાના પાંડે સોશ્યલ મીડિયા પર પોતાની બિકીની તસવીરો બૉલ્ડ લૂક સાથે શેર કરતી રહે છે. હવે તસવીરોને લઇને તેને ગેન્ગરેપની ધમકી મળી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કઝિન અલાના પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા બૉલ્ડ અને હૉટ તસવીરો શેર કરતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની તસવીરો બૉલ્ડ લૂક સાથે શેર કરતી રહે છે. હવે તસવીરોને લઇને તેને ગેન્ગરેપની ધમકી મળી છે.
અલાના પાંડેએ પોતાની બે ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ દ્વારા આ ધમકી વિશે જણાવ્યુ છે, અને પોતાનુ દુઃખ વ્યક્ત કર્યું છે. એક પૉસ્ટમાં તેને બિકીનીમાં એક મિરર ઇમેજ શેર કરતા લખ્યું - હું જાણુ છુ કે હું પરફેક્ટ નથી, પણ છતાં હુ મારા શરીરને પ્રેમ કરુ છું. મહિલાઓના શારીરિક રૂપની મજાક ઉડાવવાનુ બંધ કરી દો. હું રોજ સવારે ઉઠીને આવી ઘણીબધી કૉમેન્ટ્સ જોઉ છું, એવા લોકોની જે મને માણસ તરીકે જાણતા પણ નથી. આનાથી વધારે ખરાબ શું હોઇ શકે છે, કે રોજ સવારે નેગેટિવ કૉમેન્ટ જોઇને તમારી ઉંઘ ઉડાડો. મે મારા માટે આવુ શરીર નથી પસંદ કર્યુ. મે આ શરીર સાથે જ જન્મ લીધો છે.
અલાનાએ બીજી પૉસ્ટમાં લખ્યું- મારી પૉસ્ટ પર એક મહિલાએ કૉમેન્ટૉ કરી અને કહ્યું કે મારી સાથે ગેન્ગરેપ કરવો જોઇએ, કેમકે મે બિકીનીમાં તસવીરો શેર કરી. એટલુ જ નહીં તેને મારા માતા પિતાને પણ પોતાની કૉમેન્ટમાં ટેગ કર્યા, જેતી તે પણ આને જુએ. કાશ મારી પાસે તે કૉમેન્ટ્સનો સ્ક્રીનશૉટ્સ હોત, પણ મેં કૉમેન્ટ જોતા જ તે મહિલાને બ્લૉક કરી દીધી.
આ પૉસ્ટના કેપ્શનમાં તેને જણાવ્યુ કે, આ બધુ એક મહિના પહેલા થયુ. કાશ હુ તેને પહેલા બોલી શકી હોત, પણ હવે જાગી ગઇ છું અને આ બધી વસ્તુઓ મારા માટે સામાન્ય થઇ ગઇ છે. દરરોજ હું ઉઠુ છું અને એક ટકા એવા લોકોના મેસેજ વાંચુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement