OTT પર ધમાલ મચાવવા આવી રહી છે આલિયા ભટ્ટની ગંગુબાઇ કાઠિયાવાડી, જાણો ક્યારથી જોઇ શકશો ફિલ્મ........
કોરાનાની લહેર અટક્યા બાદ ગંગુબાઇ કાઠિયાવાડી સિનેમાઘરોમાં રિલીઝ થનારી બિગ બજેટ ફિલ્મ
નવી દિલ્હીઃ કોરાનાની લહેર અટક્યા બાદ ગંગુબાઇ કાઠિયાવાડી સિનેમાઘરોમાં રિલીઝ થનારી બિગ બજેટ ફિલ્મ છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઇ છે, ત્યારથી આ ફિલ્મની જે આશા હતી તે જ પ્રમાણે તેને કમાણી પણ કરી. બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ મેકર્સે હવે મોટો નિર્ણય લીધો છે. મેકર્સે કહ્યુ કે તે ફિલ્મના આઠ અઠવાડિયા પુરા થયા બાદ જ ઓટીટી પર પ્રીમિયર કરશે. એટલે ગંગુબાઇ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ હતી હવે 22 એપ્રિલ 2022 એ ઓટીટીના નેટફ્લિક્સ પર આનુ પ્રીમિયર થશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલા નિયમ હતો કે સિનમાઘરોમાં ફિલ્મના આઠ અઠવાડિયા પુરુ થયા બાદ જ ડિજીટલ પ્લેટફોર્મ પર કોઇ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.
Gangubai Kathiawadi Box Office Collection: 100 કરોડની ક્લબમાં 'ગંગૂબાઇ'ની થઇ એન્ટ્રી, આલિયાની ફિલ્મએ બનાવ્યો આ રેકોર્ડ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બોક્સ ઓફિસ પર 100 કરોડનું કલેક્શન કર્યું છે.
આલિયાની ફિલ્મની બમ્પર કમાણી -
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના નવા આંકડા શેર કર્યા હતા. તેમણે ફિલ્મની કમાણીનું કલેક્શન શેર કર્યું હતું. તરણ આદર્શે ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ આજે (બુધવારે) સદી ફટકારી છે. પોસ્ટ પેન્ડેમિક 100 કરોડનું કલેક્શન કરનાર ચોથી ફિલ્મ બની ગઇ છે. આ અગાઉ આ રેકોર્ડ ફિલ્મ 83, સૂર્યવંશી, પુષ્પા હિન્દીના નામે હતો.
2 અઠવાડિયામાં 100 કરોડની કમાણી -
બીજા સપ્તાહમાં પણ ગંગુબાઈ કાઠિયાવાડીનું કલેક્શન શાનદાર રહ્યું છે. પોતાના ટ્વિટમાં આ અંગેનો ઉલ્લેખ કરતા તરણ આદર્શે લખ્યું હતું કે આલિયાની ફિલ્મએ બીજા અઠવાડિયામાં શુક્રવારે 5.01 કરોડ, શનિવારે 8.20 કરોડ, રવિવારે 10.08 કરોડ, સોમવારે 3.41 કરોડ, મંગળવારે 4.01 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે મંગળવાર સુધી ફિલ્મની કુલ કમાણી 99.64 કરોડ થઈ ગઈ છે. ગંગુબાઈની શાનદાર કમાણીનું એ રહસ્ય પણ છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સાથે બીજી કોઈ મોટી ફિલ્મ ટકરાઇ નથી.
આ પણ વાંચો...........
Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?
લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા
HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ
Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી
મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર
રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો