ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ દિલ્હી એરપોર્ટ ઉપર ટ્રોલી સાથે દોડતી દેખાઈ, જુઓ વીડિયો
દિલ્હીના ઈંદિરા ગાંધી ઈંટરનેશનલ ટર્મિનલ - 3 ઉપર લોકો અચાનક ચોંકી ગયા હતા જ્યારે બોલીવુડની હિરોઈન આલિયા ભટ્ટ અચાનક ટ્રોલી સાથે દોડતી દેખાઈ હતી.
દિલ્હીના ઈંદિરા ગાંધી ઈંટરનેશનલ ટર્મિનલ - 3 ઉપર લોકો અચાનક ચોંકી ગયા હતા જ્યારે બોલીવુડની હિરોઈન આલિયા ભટ્ટ (Alia Bhatt) અચાનક ટ્રોલી સાથે દોડતી દેખાઈ હતી. આલિયા ભટ્ટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં આલિયાએ બ્લેક કલરનાં કપડાં પહેર્યાં હતાં જેમાં બ્લેક પેંટ, બ્લેક શર્ટ અ્ને બ્લેક જેકેટનો સમાવેશ થાય છે. આલિયાના આ ડ્રેસઅપને જોઈને એવું લાગે છે કે, તે ઠંડી જગ્યા ઉપર જઈ રહી છે. આ સાથે વીડિયોમાં આલિયા સાથે કરણ જોહર પણ દેખાઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત જણાવીએ તો, આલિયા કોઈ દેશ કે શહેરમાંથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ નહોતી થઈ પરંતુ તેની આવનારી ફિલ્મનું શૂટિંગ દિલ્હી એરપોર્ટ પર થઈ રહ્યું હતું અને તેના એક સિનમાં આલિયા ભટ્ટ દોડી રહી હતી.
Alia Bhatt spotted at IGI Airport while shooting for a film 🎥 @aliaa08 pic.twitter.com/SFk29ZX3Ox
— Team Alia Bhatt (@TeamOfAliaBhatt) May 1, 2022
આલિયા આ સીનમાં દોડતી દેખાય છે અને તેની આંખો કોઈને શોધતી દેખાય છે. આ ફિલ્મને કરણ જોહર ડાયરેક્ટ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી એરપોર્ટ સિવાય કુતુબ મીનારના કેટલાક સિન પણ ફિલ્માવામાં આવ્યા છે. જેના વીડિયો થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ફિલ્મનું નામ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની" (rocky aur rani ki prem kahani) છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જોવા મળશે. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ લવ સ્ટોરીને ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન અને સુમિત રોયે લખી છે. ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ મોડા પડદા પર રિલીઝ થશે.