અમેઝોન પ્રાઇમ વીડિયોએ પ્રૉડક્શનમાં કરી એન્ટ્રી, અક્ષય કુમારની આ મોટી ફિલ્મને કરશે પ્રૉડ્યૂસ, જાણો વિગતે
આ એક્શન-એડવેન્ચરનુ નિર્દેશન અભિષેક શર્મા કરશે. ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મની સાથે એક ક્રિએટીવ પ્રૉડ્યૂસર તરીકે જોડાશે.
મુંબઇઃ સ્ટ્રીમિંગ સાઇટ અમેઝોન પ્રાઇમ વીડિયોએ હવે પ્રૉડક્શનમાં પણ પગ મુક્યો છે, અમેઝોન પ્રાઇમ હવે બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મને પ્રૉડ્યૂસ કરશે, અમેઝોન પ્રાઇમ હવે રામ સેતુને કૉ-પ્રૉડ્યૂસર બન્યુ છે. આમાં અક્ષય કુમારની સાથે જેકલીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરુચા મુખ્ય ભૂમિકામાં દેખાશે.
આ એક્શન-એડવેન્ચરનુ નિર્દેશન અભિષેક શર્મા કરશે. ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મની સાથે એક ક્રિએટીવ પ્રૉડ્યૂસર તરીકે જોડાશે.
આજે જ અમેઝોન પ્રાઇમ વીડિયોએ રામ સેતુ માટે કેપ ઓફ ગુડ ફિલ્મ્સ એબન્ડેશિયા એન્ટરટેન્ટમેન્ટ અને લાયકા પ્રૉડક્શન સાથે હાથ મિલાવીને સહ-નિર્માતા બનવાની જાહેરાત કરી છે. અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત અને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા રચનાત્મક રીતે નિર્મિત આ ફિલ્મ એક એક્શન-એડવેન્ચર ડ્રામા છે, જેની કહાની ભારતીય સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતમાં ઉંડાણ સુધી મૂળીયા જમાવેલા છે.
થિએટરોમાં રિલીઝ થયા બાદ રામ સેતુ પ્રાઇમ મેમ્બરો માટે જલ્દી જ ભારત તથા 240થી વધુ દેશો અને વિસ્તારોમાં ઉપલબ્ધ થશે.
અક્ષય કુમારે આગળ જણાવ્યુ કે, રામ સેતુની કથા તે સિલેક્ટેડ વિષયોમાં સામેલ છે. જેમને મને હંમેશા પ્રેરિત કર્યો છે, અને મારા મનમાં કુતુહલ પેદા કર્યુ છે. આ કથા શક્તિ, શૌર્ય અને પ્રેમનુ પ્રતિનિધિત્વ કરે છે, તથા તે વિશિષ્ટ ભારતીય મૂલ્યોને પ્રસ્તુત કરે છે, જેનાથી આપણા મહાન દેશના નૈતિક અને સામાજિક તાનાવાનાનુ ગઠન થયુ છે. રામ સેતુ અતીત, વર્તમાન અને ભવિષ્યની પેઢીએની વચ્ચે એક પુલ છે.
એક્ટરે આગળ કહ્યું- જે ભારતીય વિરાસતના એક મહત્વપૂર્ણ ભાગની કહાની સંભળાવવાથી લઇને એકદમ ઉત્સુક છે, ખાસ કરીને યુવાઓને આ કથા સાંભળવી જોઇએ. મને આનંદ છે કે અમેઝોન પ્રાઇમના માધ્યમથી આ કથા દુનિયાના તમા ભૌગોલિક વિસ્તારોમાં પહોંચશે, અને આખી દુનિયાના દર્શકોનુ દિલ જીતી લેશે.
રામ સેતુ થિએટરોમાં રિલીઝ થયા બાદ અમેઝોન પ્રાઇમ વીડિયો આની દુનિયાભરમાં સ્પેશ્યલ સ્ટ્રીમિંગ પાર્ટનર હશે.