અમીષા પટેલે શાનદાર રીતે કરી જન્મદિવસની ઉજવણી, નાઈટ ક્લબમાંથી સામે આવ્યો વીડિયો
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ 9મી જૂને પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે વર્ષ 2000માં રિતિક રોશન સાથેની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
Ameesha Patel birthday celebration: બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ 9મી જૂને પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે વર્ષ 2000માં રિતિક રોશન સાથેની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જે સુપરહિટ સાબિત થઈ હતી. તેના જન્મદિવસના અવસર પર અમીષા તેના મિત્રો સાથે નાઈટ ક્લબમાં ડાન્સ કરતી જોવા મળે છે. તે 'કહો ના પ્યાર હૈ'ના ટાઈટલ ટ્રેક પર ડાન્સ કરતી જોવા મળે છે.
View this post on Instagram
અમીષા તેના કેટલાક મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે નાઈટ ક્લબમાં ગઈ હતી. ત્યાં તેણે કેટલાક ગીતો પર ડાન્સ કરીને ખૂબ જ મસ્તી પણ કરી હતી. અમિષા બ્લેક આઉટફિટ પહેરીને નાઈટ ક્લબ પહોંચી હતી. ક્લબમાંથી અમીષાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ગદરઃ એક પ્રેમ કથા ફરીથી રિલીઝ થઈ
View this post on Instagram
તમને જણાવી દઈએ કે અમીષાના જન્મદિવસના અવસર પર તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' ફરી રીલિઝ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ, અમરીશ પુરી જેવા સ્ટાર્સ હતા.
ગદર 2 રિલીઝ માટે તૈયાર છે
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ અમીષા પટેલની ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'નો બીજો ભાગ 'ગદર 2' પણ થોડા મહિનામાં રિલીઝ થઈ રહ્યો છે. આ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માને ખાતરી છે કે આ ભાગ પણ પહેલા ભાગની જેમ સુપરહિટ રહેશે. અમીષા પટેલની ફિલ્મ ગદરને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.