અમિતાભ બચ્ચનને થયું ફેક્ચર, પટ્ટી બાંધીને શૂટ પહોંચ્યા, કેબીસીના સેટ પર કર્યો આવો ખુલાસો
અમિતાભ બચ્ચન તેમના કામને લઇને કેટલા કમિટેડ છે તેનું ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું છે. તેમના પગમાં ફેક્ચર થયું છે તેમ છતાં પણ તે નવરાત્રિનો સ્પેશિયલ એપિસોડ શૂટ કરવા માટે કેબીસીના સેટ પર પહોંચ્યાં.
અમિતાભ બચ્ચન તેમના કામને લઇને કેટલા કમિટેડ છે તેનું ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું છે. તેમના પગમાં ફેક્ચર થયું છે તેમ છતાં પણ તે નવરાત્રિનો સ્પેશિયલ એપિસોડ શૂટ કરવા માટે કેબીસીના સેટ પર પહોંચ્યાં.
કોન બનેગા કરોડપતિ 13ના શૂટ માટે પહોંચેલા બી બીગએ તેમના બ્લોગ પર ફેક્ચર થયેલી આંગળીનો ફોટો શેર કર્યો છે. બિગ બીએ શોમાં નવરાત્રિ સ્પેશિયલ એપિસોડ શૂટ કર્યો છે. આ દરમિયાન તેમણે સેટ પર એવા સ્લીપર પહેર્યાં હતા કે જેનાથી તેના આંગણીને સપોર્ટ મળી રહે.
બિગ બીએ બ્લોગમાં એવું પણ જણાવ્યું છે કે, ફેકચરના કારણે તેને ખૂબ જ પેઇન થઇ રહ્યું છે. આ પહેલા બિગ બી ભારે વરસાદમાં શૂટ કરતા જોવા મળ્યાં હતા તેની ફોટો વાયરલ થઇ હતી.
બિગ બોસની આ પોસ્ટ પર તેના ફેન્સની સાથે સેલેબ્સે પણ રિએકશન આપ્યા છે. એક્ટર રોનિત રોયે લખ્યું કે, ‘મારૂં જીવન એ દિવસોની આસપાસ જ કેન્દ્રીત છે, અમિતજી મારૂ સંપૂર્ણ જીવન એ દિવસોનો કુલ યોગ છે”
બિગ બીએ જૂના દિવસોને યાદ કરતા જૂના ફોટો પણ શેર કર્યાં હતા. ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, ‘કાશ જૂના દિવસોમાં જઇ શકાતુ હોત’
View this post on Instagram
કેબીસીના સેટ પર બિગ બીએ ખુલાસો કરતા કુલી શૂટિંગ દરમિયાન થયલી દુર્ઘટનાને યાદ કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘કુલીના શૂટિંગ સમયે અકસ્માત થઇ ગયો હતો. મારે બહુ લાંબા સમય સુધી હોસ્પિટલ રહેવું પડ્યું હતું, લાંબા સમય બાદ રિકવરી આવી હતી. જો કે આજે પણ જુનુ દર્દ પીડા આપે છે. હજું પણ હું જમણા કાંડમાં પલ્સ ફીલ નથી કરતી શકતો’ બિગ બીના વાત સાંભળીને કન્ટેસ્ટન્ટ અને દર્શક દંગ કરી ગયા હતા.
ઉલ્લેખનિય છે કે, અમિતાભ બચ્ચન છેલ્લા થોડા વર્ષોથી બીમાર રહે છે. તેમને કંઇકને સમસ્યા થઇ જાય છે અને હોસ્પિટલ એડમિટ થવું પડે છે. ગત વર્ષે તેઓ કોવિડ વાયરસથી સંક્રમિત થયા હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા.જો કે કોવિડને માત આપ્યા બાદ તે ફરી કામ પર પરત ફર્યાં હતા.